Breakingગુજરાતનડીયાદ

ખેડા હાઈવે પર આઈસરે ઈકો કારને અડફેટે લેતા મહિલા સબ ટ્રેઝરર અધિકારીનું મોત

આણંદથી અવાર નવાર તેમની સોસાયટીમાં રહેતા ઈકો કાર સાથે કારમાં બેસીને ખેડા જતા હતા ગઈકાલે પણ ઓફિસે જવા નીકળ્યા હતા ત્યારે આ ગોજારી ઘટના બની હતી

આણંદ, તા. ૨૨
નડિયાદ-ખેડા રોડ ઉપર ગેબનશા દરગાહ પાસે ગઈકાલ બપોરે પુરઝડપે જઈ રહેલી આઈસરે ઈકો કારને અડફેટમાં લેતામાં કારમાં બેેઠેલા મહિલા અધિકારીને શરીરે અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. જે અંગે ખેડા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
બાકરોલ ખાતે વિનુકાકા માર્ગ પર આવેલ દીવાક્સી રેસીડેન્સીમાં રહેતા નિલેશ દામોદર ભટ્ટના પત્ની માધવીબેન ભટ્ટ પોતે ખેડા સબ ટ્રેઝરર ઓફીસર તરીકે ફરજ બજાવે છે. મંગળવારે તેઓ આણંદ પાર્સિંગની ઈકો કાર નં. ય્ત્ન ૨૩ ઝ્રછ ૫૩૭૧માં બેસી ખેડા નોકરીએ આવી રહ્યા હતા. આ દરમિયાન સવારે સાડા દસ વાગ્યાની આસપાસ ખેડાના નડિયાદ રોડ પર ગેબનશાહ દરગાહ પાસે આ ઈકો કારને અકસ્માત નડ્યો છે. જેમાં સામેથી પુરપાટે આવતાં આઈસર નં. ય્ત્ન ૨૩ છ્‌ ૬૬૦૫ના ચાલકે ઈકો કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે ઈકો કારનો લોચો વળી ગયો હતો. જ્યારે આઈસર ટ્રક રોડની સાઈડમાં આવેલ ઝાડીમાં ઘૂસી ગઈ હતી.
આ અકસ્માતમાં ઈકો કારમાં સવાર માધવીબેન ભટ્ટને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. જ્યારે ઈકો કાર ચાલક રાકેશ પ્રતાપ સરગરાને શરીરે ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેમાંથી કોઈ વ્યક્તિએ ખેડા ટાઉન પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ અકસ્માત સંદર્ભે પોલીસે નિલેશ ભટ્ટની ફરિયાદના આધારે આઈસર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button