Breakingનવી દિલ્હી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે, જાણો કોની કોની જોડે મુલાકાત કરશે….

રસીના બન્ને ડોઝ લેનારા પ્રવાસીઓને જ અમેરિકામાં પ્રવેશ મુદ્દે તેમજ ભારતીય રસીને મંજૂરી અને અફઘાન મુદ્દે બન્ને નેતાઓ વચ્ચે ચર્ચા થશે

નવી દીલ્હી,તા.૨૨
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા જવા રવાના થયા છે અને શુક્રવારે તેમની મહત્ત્વની બેઠક અમેરિકાના પ્રમુખ બાઈડન સાથે વોશિંગ્ટનમાં થવાની છે અને આ બેઠકમાં દ્રિપક્ષીય મુદ્દા ઉપરાંત અફઘાનિસ્તાન અને રસીના બંને ડોઝ લેનારા પ્રવાસીઓને જ અમેરિકામાં પ્રવેશ તેમજ ભારતીય રસીને મંજૂરી જેવા મુદ્દા પર ચર્ચા થઈ શકે છે.

વિદેશ સચિવ દ્રારા મીડિયાને એવી માહિતી આપવામાં આવી છે કે બન્ને નેતાઓ વચ્ચે આતંકવાદ અને કટ્ટર પથં તેમજ સીમાપારથી થઈ રહેલા આતંકવાદને રોકવા માટે ની પદ્ધતિ વિશે પણ ગંભીરતાથી ચર્ચા થવાની છે.સાથોસાથ ભારત–અમેરિકા વૈશ્વિક ભાગીદારી તેમજ તેના અધિક વિસ્તાર કરવા બારામાં મુખ્ય પથી ચર્ચા થવાની છે.બાઈડન અમેરિકી પ્રમુખ બન્યા બાદ બન્ને નેતાઓ વચ્ચે પ્રથમ વાર સામસામે બેસીને વાટાઘાટ થવાની છે.

Advertisement

વડાપ્રધાન મોદીની ૨૨ થી ૨૫ સપ્ટેમ્બર સુધીની અમેરિકા યાત્રા અંગેની સમગ્ર વિગત વિદેશ સચિવ દ્રારા આપવામાં આવી છે અને એમણે કહ્યું છે કે રોકાણ સંબંધી મુદ્દા પર ચર્ચા થશે તેમજ સુરક્ષા સહયોગ વધારવા આ મુદ્દા પર નેતાઓ વચ્ચે મંત્રણાઓ થવાની છે.વડાપ્રધાન અમેરિકી પ્રમુખ સાથે બેઠક ઉપરાંત ૨૪મી તારીખે કવાડ નેતાઓની એક બેઠક માં પણ હાજરી આપશે અને આગલા દિવસે ન્યૂયોર્કમાં સંયુકત રાષ્ર્ટ્ર મહાસભાની ઉચ્ચસ્તરીય ચર્ચા માં સંબોધન કરશે.

વડાપ્રધાન અમેરિકી પ્રમુખ ઉપરાંત ઉપરાષ્ર્ટ્રપતિ કમલા હેરિસ તેમજ ઓસ્ટ્રેલિયા અને જાપાનના વડા પ્રધાનો સાથે પણ મંત્રણા કરવાના છે. અફઘાનિસ્તાનના મુદ્દા પર બધા જ નેતાઓ સાથે ચર્ચા થવાની છે અને ખાસ કરીને સુરક્ષાની સ્થિતિ ને લઈને ચર્ચા થઇ શકે છે. આતંકવાદ અને કટ્ટરવાદ જેવા મુદ્દા વિશે વિશ્વના ટોચના નેતાઓ સાથે વડાપ્રધાન મંત્રણા કરશે. સંયુકત રાષ્ર્ટ્ર ની મહાસભામાં વડાપ્રધાનનું સંબોધન તરફ વિશ્વના તમામ નેતાઓની નજર મંડાયેલી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button