નવી દિલ્હી

દિલ્હીના યુવકે પોલેન્ડના છોકરા સાથે કર્યા લગ્ન

નવી દિલ્હી,તા.૨૨
ગે કપલે હાલમાં જ ભારતીય રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા છે. કપલે એક વ્યકિત ભારતીય જયારે બીજાે પોલેન્ડનો રહેવાસી છે. દિલ્હીના ગૌરવ અરોડા ઉર્ફ ગૈરી અને પોલેન્ડના પ્રજેમેક પાવલિકી ઉર્ફ પ્રણય જે હૌઝ ખાસ વિજેલમાં એક બીજાને પહેલી વખત મળ્યા ત્યાર બાદ બન્નેમાં પ્રેમ થઈ ગયો અને હવે એક બીજાના બંધનમાં બંધાઈ ગયા છે.
એક ખબર અનુસાર બન્ને એક બીજાને ડેટિંગ એપ દ્વારા મળ્યા હતા અને પછી તેમની આ જર્ની નવી દિલ્હીથી શરૂ થઈ, જયાં તે બન્નેની મુલાકાત થઈ. પ્રણયે કહ્યું, ‘હું પોલેન્ડના વારસોનો નિવાસી છું. અહીં ફરતી વખતે મને એક ડેટિંગ એપ પર ગૈરીની પ્રોફાઈલ મળી. હું તરત તેનાથી પ્રભાવિત થઈ ગયો અને મને ખબર હતી કે મને તેને મળવું છે.
ગૈરીએ જણાવ્યું કે, ‘અમે તરત એક બીજા સાથે જાેડાઈ ગયા અને પછી મુલાકાત કરી. થોડા દિવસો સુધી એક સાથે સમય પસાર કર્યો અને પછી એક બીજાના પ્રેમમાં પડી ગયા, જયારે પ્રણયનો જવાનો સમય થયો તો તેમણે ગૈરીને ક્રિસમસ માટે પોલેન્ડ આપવવા અને પરિવારને મળવા માટે આમંત્રણ આપ્યું. ત્યાર બાદ બન્ને હંમેશા માટે એક બીજા સાથે જાેડાઈ ગયા.બન્ને એક સાથે રહેવા લાગ્યા અને ૪ વર્ષ સુધી પોલેન્ડમાં રહ્યા. પછી તે એમ્સ્ટર્ડમ જતા રહ્યા. પ્રણયે વેલેન્ટાઈન વીક વખતે ગૈરીને પોતાના હોમટાઉન વાર્ષો બાદ જતી વખતે પ્રપોઝ કર્યું. ગૈરીએ જવાબમાં હા કહ્યું, બન્નેએ દેસી અંદાજમાં લગ્ન કરવાનો ર્નિણય કર્યો. મહેંદીથી લઈને હલ્દી અને શેરવાની પહેરવા સુધી, દરેક તસ્વીરોથી ખબર પડે છે કે બન્ને ખૂબ જ ઉત્સુક છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button