નવી દિલ્હી

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૮૩ દર્દીના કરૂણ મોત નિપજ્યા

નવી દિલ્હી,તા.૨૨
ભારતમાં કોરોના કેસમાં મંગળવારન તુલનામાં ફરી એકવાર વધારો થઇ રહ્યો છે.ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૬૯૬૪ કેસ સપાટી પર આવ્યા છે. સાથે સાથે ૩૮૩ દર્દીના મોત થયા છે. ભારતમાં એક્ટિવ કેસ છેલ્લા ૨૪ કલાકમાં સૌથી ઓછા ૩૦૧૯૮૯ કેસ નોંધાયા છે. કેરળમાં દૈનિક કેસોની સંખ્યા ૧૬૦૦૦ કરતા ઓછા રહ્યા છે. કોરોનાના કેસોમાં સતત ઉતારચઢાવની સ્થિતી જાેવા મળી રહી છે. જાે કે ચિંતા હજુ દુર થઇ નથી. વેક્સીનેશનની જાેરદાર ગતિ હોવા છતાં કેસો સપાટીપર આવી રહ્યા છે. કેરળમાં ચિંતા વધી રહી છે. જાે કે કેસ હજુ આવી રહ્યા છે. મહારાષ્ટ્ર અને કેરળમાં વધુ કેસો આવી રહ્યા છે. જેથી તહેવારની સિઝનમાં લોકો વધારે સાવધા રહે તે જરૂરી છે. સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમો પાળવવાની તાકીદની જરૂર છે. સાથે સાથે ત્રીજી લહેરનો ખતરો તોળાઇ રહ્યો છે. આવી સ્થિતીમાં વેક્સીનના મામલે પણ નવા રેકોર્ડ થઇ રહ્યા છે. એક દિવસમાં વેક્સીન મામલે ભારતે ચીનને પાછળ છોડી દેવામાં સફળતા મળી છે. કોરોનાના કેસમાં સતત ઉતારચઢાવની સ્થિતી રહેલી છે. ભારતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર જાેરદાર વધારો થયો છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નવેસરના આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી છે. એક્ટિવ કેસની સંખ્યા કુલ કેસના ૧.૦૫ ટકા રહેલી છે. રિક્વરી રેટ વધીને ૯૭.૬૨ ટકા સુધી પહોંચી ગયો છે. ગઇકાલની તુલનામાં કેસોમાં સાત ટકાનો ફરી વધારો થયો છે.કેરળમાં કોરોનાના ૧૫૮૭૬ કેસ નોંધાયાછે. દેશમાં હવે જે કુલ કેસ નોંધાઇ રહ્યા છે તે પૈકી અડધાથી વધારે કેરળમાં નોંધાઇ રહ્યા છે.રિકવરી રેટમાં સતત સુધારો થઇ રહ્યો છે. સ્થિતીમાં સુધારો થઇ રહ્યો છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. હવે મહારાષ્ટ્ર અને કેરળમાં જ વધારે કેસ નોંધાઇ રહ્યા છે. ૮૦ દિવસના ગાળા બાદ સાપ્તાહિક પોઝિટીવ રેટ ૨.૧૧ ટકા પહોંચી ગયો છે. જે ત્રણ ટકા કરતા ઓછો છે. દેશમાં વેક્સીન લેનાર લોકોની સંખ્યા ૮૨ કરોડથી ઉપર પહોંચી ગઇ છે. ભારતમાં હજુ સુધી ૫૪.૩૦ કરોડથી વધારે સેમ્પલના ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે.કોરોના કેસમાં સતત ફેરફારની સ્થિતી જાેવા મળી રહી છે. રિક્વરી રેટ ૯૭.૬૨ ટકા રહ્યો છે. ભારતમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા ૩.૭૪ લાખ નોંધાયેલી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button