નવી દિલ્હી

બિહારમાં રામ અને રામાયણને લઇને નવી ચર્ચા,શ્રીરામ જીવિત વ્યક્તિ ન હતા

જીતનરામ માંઝીના નિવેદનને લઇને જાેરદાર હોબાળો

 

પટણા,તા. ૨૨
બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જીતનરામ માંઝીના વિવાદાસ્પદ નિવેદનના કારણે ભારે હોબાળો થઇ ગયો છે. તેમના નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીએ આકરી પ્રતિક્રિયા આપી છે. ભાજપે નામનો ઉલ્લેખ કર્યા વગર જીતનરામ માઝીને નાસમજ તરીકે ગણાવીને તેમની જાેરદાર ઝાટકણી કાઢી કાઢી છે. ભાજપના પ્રદેશ પ્રવકતા પ્રેમ રંજન પટેલે કહ્યુ છે કે રામના અસ્તિત્વને તો નાસા પણ સ્વીકારે છે. જેટલી વખત પુરાત્વ વિભાગ દ્વારા ખોદકામની કામગીરી કરવામાં આવી છે ભગવાન રામના અસ્તિત્વને સ્વીકાર કરીને આ બાબતને સમર્થન આપ્યુ છે. બિહારમાં હવે રામ અને રામાયણને લઇને નવી ચર્ચા છેડાઇ ગઇ છે. મધ્યપ્રદેશની જેમ જ બિહારમાં પણ પાઠ્યક્રમમાં રામાયણને ભણાવવા માટેની માંગ ઉઠી રહી છે.દરમિયાન બિહારના પૂર્વ મુખ્યપ્રધાન જીતનરામ માંઝીએ મોટુ નિવેદન કર્યુ છે. તેમણે કહ્યુ છે કે શ્રીરામ કોઇ જીવિત વ્યક્તિ હતા તેમ તેઓ માનતા નથી. પરંતુ રામાયણમાં જે બાબતો દર્શાવવામાં આવી છે તે અભ્યાસ કરવાવાળી અને પ્રેરણા લેનાર છે. રામાયણ કથામાં કેટલાક શ્લોક અને સંદેશ એવા છે જે લોકોના વધુ સારા વ્યક્તિત્વના નિર્માણમાં મદદરૂપ છે. મહિલાઓના સન્માનની વાત હોય કેપછી મોટાના આદરની વાત હોય તમામ બાબતોમાં શિક્ષણનુ મહત્વ રહેલુ છે રામાયણ શિક્ષણ આપે છે. રામાયણમાં સામેલ બાબતોને પાઠ્યક્રમમાં સામેલ કરવાની જરૂર છે. લોકો આનાથી બોધપાઠ લઇને આગળ વધે તે જરૂરી છે. એનડીએમાં સામેલ રહેલા જીતનરામ માંઝીના નિવેદનના કારણે ભારે હોબાળો થયો છે. ભાજપે તેમના નામનો ઉલ્લેખ કર્યા વગર તેમને નાસમજ તરીકે ગણાવ્યા છે. સાથે સાથે રામના અસ્તિત્વ પર સવાલ કર્યા છે.મધ્યપ્રદેશ સરકારે રજ્યના એન્જિનિયરિંગ પાઠ્યક્રમમાં મહાભારત અને રામાયણ મહાકાવ્યોને સામેલ કરવાનો ઉલ્લેખ કર્યો છે. શિવરાજ સરકાર મુજબ ટેકનિકલ શિક્ષણમાં સાંસ્કૃતિક સિંદ્ધાંતોને જાેડવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.આવી સ્થિતીમાં બિહારમાં પણ ભાજપના ક્વોટાના પ્રધાનો દ્વારા આ પ્રકારની માંગ કરવા લાગી ગયા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button