નવી દિલ્હી

ઘાતકી પિતાએ ચાર વર્ષના પુત્રને રેલવે પ્લૅટફૉર્મ પર પટકી-પટકીને મારી નાખ્યો

મુંબઇ,તા.૨૨
નવી મુંબઈના સાનપાડા રેલવે સ્ટેશન પર બીજી પત્ની સાથેના વિવાદને કારણે પોતાના ચાર વર્ષના પુત્રને પ્લૅટફૉર્મ પર ચાર વખત પટકી-પટકીને તેની હત્યા કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આખી ઘટના પ્લૅટફૉર્મ પર લગાવેલા સીસીટીવી કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. એના આધારે હત્યા કરનાર પિતાની વાશી જીઆરપી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
ગઈ કાલે સવારે સાડાનવ વાગ્યે સાનપાડા રેલવે સ્ટેશન પરના પ્લૅટફૉર્મ-નંબર ત્રણ પર સકલસિંહ પવાર પોતાના ચાર વર્ષના પુત્ર પ્રશાંતને ખભા પર બેસાડીને બીજી પત્ની મેહેર સાથે જઈ રહ્યો હતો. એ દરમ્યાન તેનો મેહેર સાથે કોઈ વાત પર વિવાદ થયો હતો. એમાં રોષે ભરાઈને સકલસિંહે પોતાના ખભા પર બેસેલા પુત્ર પ્રશાંતને જમીન પર ચાર વાર પટક્યો હતો. બીજા લોકો તેને આવું કરવાથી રોકે એ પહેલાં જ તેણે પુત્રને ચાર વખત પટકી દીધો હતો. એમાં પ્રશાંતનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.વાશી રેલવે પોલીસના એક અધિકારીઅ એક પ્રસિદ્ધ અખબારને કહ્યું હતું કે ‘૨૪ વર્ષનો સકલસિંહ પવાર સાનપાડા બ્રિજની નીચે તેની બીજી પત્ની મેહેર સાથે રહેતો હતો અને બેગારીનું કામ કરતો હતો. તેની પત્ની મેહેર ટ્રેનમાં ભીખ માગતી હતી. પ્રશાંત તેની પહેલી પત્નીનો પુત્ર હતો. તેની પહેલી પત્ની યવતમાલમાં રહે છે. સકલસિંહ જે વિસ્તારમાં રહેતો હતો ત્યાં સ્થાનિકમાં તેના વિશે વધુ માહિતી મેળવી ત્યારે જાણવા મળ્યું હતું કે તે અવારનવાર તેના પુત્રને જમીન પર પટકીને મારતો હતો.વાશી રેલવે પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર વિષ્ણુ કેસરકરે એક પ્રસિદ્ધ અખબારને કહ્યું હતું કે ‘આ ઘટનામાં અમે પિતા સકલસિંહ પવાર સામે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button