નવી દિલ્હી

ખેડુતલક્ષી સરકાર હોવાનો દાવો કરનારને વધુ ધ્યાન આપવાની જરૂર કૃષિ ક્ષેત્રમાં પ્રાણ ફુંકવાની જરૂર

ખેડુતોને તેમની પેદાશ બદલ યોગ્ય કિંમત તેમના સ્થળ પર મળે અને તેમને પ્રોત્સાહન પણ મળે તે સમયની તાકીદની માંગ દેખાઇ રહી છે

 

કૃષિના ક્ષેત્રની હાલત દિન પ્રતિદિન વધુને વધુ કફોડી બની રહી છે. કષિમાંથી ખેડુતો પણ બહાર નિકળવાના રસ્તા શોધી રહ્યા છે. આના માટે સરકારની ઉદાસનીતા અને સંબંધિતો દ્વારા યોગ્ય પગલા નહી લેવા માટેના કારણો જવાબદાર છે. કૃષિમાં હજુ પણ નવા અસરકારક અને ઝડપી પગલા લઇને તેમાં નવા પ્રાણ ફુંકી શકાય છે. ભારતની પ્રતિષ્ઠા કૃષિના કારણે રહેલી છે. તે પ્રતિષ્ઠા જળાવાય તે જરૂરી છે. દિનપ્રતિદિન કૃષિ હવે નુકસાનના સોદા તરીકે સાબિત થઈ રહી છે. સરકાર લઘુત્તમ આવકની ગેરેન્ટી આપે તે પ્રકારની માંગ હવે ઉઠી થઈ રહી છે. એક બાજુ અમે જય કિસાન હંમેશા બોલતા રહ્યા છીએ. બીજી બાજુ ખેડૂતો આત્મહત્યા કરતા રહ્યા છે. આ પાખંડ લાંબા સમય સુધી ચાલે તે બાબત બિલકુલ યોગ્ય નથી. ખેડૂતને અન્નદાતા તરીકે કહેવાની બાબત એ જ વખત સાર્થક બની શકે છે ત્યારે અમે તેમની આજીવીકા માટે લઘુત્તમ આવકની ગેરેન્ટી આપી શકીએ. સરકાર જાે પોતાના કર્મચારીઓ માટે વેતન પંચની રચના કરી શકે છે તો મજૂરો માટે તો લઘુત્તમ વેતન હોઈ શકે છે. ખેડૂતો માટે તો ચોક્કસ વેતનપંચની જરૂર છે. આ દિશામાં વહેલીતકે આગળ વધીને રસ્તા કરવામાં આવે તે જરૂરી છે. ખેડૂત પર બોજ સતત વધી રહ્યો છે. સરેરાશ ખેડૂત પરિવાર પર ૪૭૦૦૦ રૂપિયાનો બોજ રહેલો હતો. જે હવે વધીને ૫૦૦૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ વાસ્તવિકતા કોઈનાથી પણ છુપાયેલી નથી. ખેડૂતોને અમે એ રીતે યાદ કરીએ છીએ જે રીતે કોઈ દૂરના ગરીબ સંબંધીને યાદ કરવામાં આવે છે. અમે જાણીએ છીએ કે ગરીબ સાથે મુલાકાત કોઈ એક બે પ્રસંગ પર જ થાય છે. ખુશી અથવા ગમના પ્રસંગ પર અથવા તો કોઈ મોતના પ્રસંગે આ બાબત શક્ય બને છે. છતાં આવા પ્રસંગમાં અમે એમ પૂછતા નથી કે આપનું જીવન કેવી રીતે ચાલી રહ્યું છે કારણ કે અમે જવાબ સાંભળવા ઈચ્છુક હોતા નથી. શહેરી વિસ્તારોમાં રહેનાર લોકોની ભારતના ખેડૂતોથી મુલાકાત કોઇખરાબ સમાચાર મારફતે જ થાય છે. મોનસૂન ફેલ કરી શકે છે. ઉભા પાકને વરસાદ અને કરાના કારણે નુકસાન પડે છે. એક ખેડૂતે થોડાક સમય પહેલા જ ટીવી કેમેરાની સામે આત્મહત્યા કરી હતી. આવા પ્રસંગમાં મિડિયા ખેડૂતોની નોંધ લેતા હોય છે. છતાં પણ અમે ક્ષણિક સમય માટે ખેડૂતને યાદ કરીએ છીએ. એવું માની લઈએ છીએ કે તેની લાઈફ આરામથી ચાલી રહી હશે. ક્યારે અમે પૂછતા નથી કે હોનારત અને સંકટ સિવાય ખેડૂતોનું જીવન કેવું ચાલી રહ્યુ છે. તે કઈ રીતે ગુજારો કરી રહ્યો છે. જવાબ અમારી સામે છે પરંતુ આ વાસ્તવિકતાને આંકડાઓથી સાબિત કરવા માટે સરકારી રિપોર્ટ તરફ પણ ધ્યાન આપવાની જરૂર છે. થોડાક સમય પહેલા જ ભારત સરકારના સેમ્પલ સર્વેના આંકડા જારી કરવામાં આવ્યા હતા. આ આંકડાથી જાણવા મળ્યું હતુ કે ૨૦૧૨-૧૩માં દેશના ખેડૂતોની હાલત ખૂબજ ખરાબ હતી. દેશના સરેરાશ ખેડૂત પર બોજ સતત વધી રહ્યો હતો. દેશના સરેરાશ ખેડૂત પરિવારને ખેતીથી એક દિવસમાં માત્ર ૧૦૦ રૂપિયાની આવક થઈ રહી હતી. કહેવા માટે માસિક આવક ૬૪૨૬ રૂપિયા છપરંતુ અડધાથી વધારેની કમાણી પશુપાલન અને મજુરીમાંથી થાય છે. સરેરાશ પાંચ-છ લોકોના ખેડૂત પરિવારને ખેતીથી એક મહિનામાં ૩૦૮૧ રૂપિયાની આવક છે. આ સરેરાશમાં જાે ૧૦ એકરથી મોટા ખેડૂતને કાઢી દેવામાં આવે તો સામાન્ય ખેડૂતની આવક માત્ર ૨૫૦૦ રૂપિયા છે. સ્વાભાવિક છે કે પંજાબ અને હરિયાણાના ખેડૂતની આવક વધારે છે. આશરે ૧૦ હજાર અને ૮ હજારની આવક છે. પરંતુ બિહારમાં માત્ર ૧૭૦૦ની આવક છેઆ આવકની સરખામણી સરકારી કર્મચારીઓના પગાર સાથે કરવામાં આવે તો આશ્ચર્ય થઈ શકે છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button