નવી દિલ્હી

વિડિયોગ્રાફી વચ્ચે પાંચ તબીબો દ્વારા પોસ્ટમોર્ટમ નરેન્દ્ર ગિરિ મામલે તપાસ

પોસ્ટમોર્ટમ રિપોર્ટ સીલ કરાશે : સમગ્ર મામલે હોબાળો

 

પ્રયાગરાજ,તા. ૨૨
નરેન્દ્ર ગિરિ આપઘાતના મામલે ભારે હોબાળો મચેલો છે. વિડિયોગ્રાફીની વચ્ચે પાંચ તબીબોની ટીમ દ્વારા પોસ્ટ મોર્ટમ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ ત્યારબાદ સીલ કરવામાં આવશે. મહંત નરેન્દ્રગિરિના મૃતદેહ પર તબીબો દ્વારા પોસ્ટમોર્ટમ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહંત ગિરિને આજે ભૂ સમાધી આપવામાં આવી છે. સ્થળ પર જ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સીલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના આદેશ પર પાંચ તબીબોની ટીમદ્વારાતપાસ કરવામાં આવી રહી છે. રચવામાં આવેલી પાંચ તબીબોની પેનલમાં બે તબીબો જિલ્લા હોસ્પિટલના અને સીએમઓ હેઠળના તૈનાત કરવામાં આવ્યાછે. પોસ્ટ મોર્ટમ પેનલના તમામ તબીબોના નામ ગુપ્ત રાખવામાં આવ્યા છે. જિલ્લા અધિકારી સંજય ખત્રી સહિતના અધિકારીઓની બેઠકમાં પોસ્ટ પોર્ટમ પેનલમાં સામેલ રહેલા તબીબોના પેનલની જાહેરાત કરવામાં આવી હતી. પોસ્ટ મોર્ટમ કરનાર તબીબોના નામ અધિકારીઓ સિવાય કોઇને કહેવામાં આવ્યુ નથી. આ હાઇ પ્રોફાઇલ મામલામાં પોસ્ટમોર્ટમની દરેક બાબતની વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે મહંત નરેન્દ્ર ગિરીના છ પાનાની આત્મહત્યાની નોટમાં ૪૧ વખત કટિંગ છે. જેમાં શબ્દોની સાથે સાથે તારીખમાં પણ કટિગ કરવામાં આવી છે. જેમાં જે બાબતો પણ લખવામાં આવી છે તેમાં કેટલીક બાબતોનો અન્ય પાનામાં રિપિટેશન પણ છે. મંહત શબ્દ બે અલગ અલગ રીતે લખવામાં આવ્યા બાદ તેના પર શંકા થાય છે. નરેન્દ્ર ગિરિ આત્મહત્યાના કારણે રાજ્યમાં અને દેશમાં હાહાકાર મચી ગયો છે. તેમની હત્યા કરવામાં આવી છે કે પછી આત્મહત્યા કરી છે તેમાં તપાસ ચાલી રહી છે. દેશના સંત સમાજમાં ભારે ચર્ચા આ કેસને લઇને જાેવા મળી રહી છે

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button