નવી દિલ્હી

મ્યાનમારમાં ભૂકંપ બાદ વિગત જાહેર કરાઇ

વર્ષે હજારો ભૂકંપ આવે છે

 

નવી દિલ્હી,તા. ૨૦
મ્યાનમારમાં પ્રચંડ ભૂંકપનો આંચકો રવિવારના દિવસે અડધી રાત બાદ નોંધાયો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર પાંચ જેટલી આંકવામાં આવી છે. ભૂકંપના કારણે લોકોમાં વ્યાપક દહેશત ફેલાઇ ગઇ હતી. આ આંચકો રવિવારના દિવસે ૧૨.૫૪ વાગે અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે ભૂકંપના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જમીનની અંદર પ્લેટોમાં ટકરાવ થાય છે ત્યારે ભૂકંપની સ્થિતી સર્જાઇ જાય છે. જમીનની અંદર સાત પ્લેટ હોય છે. જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ કોઇ જગ્યાએ પરસ્પર ટકરાઇ જાય છે ત્યારે ભૂકંપનો આંચકો આવે છે. જ્યા પ્લેટો ટકરાય છે ત્યાં ફોલ્ટ લાઇન બની જાય છે. જેના કારણે સપાટીના ભાગ વળી જાય છે. જેથી તેમના પર દબાણની સ્થિતી સર્જાઇ જાય છે. એ વખતે પ્લેટ તુટવા લાગી જાય છે. આ પ્લેટ તુટવાના કારણે અંદરની એનર્જી બહાર આવવા લાગી જાય છે. જેના કારણે જમીન ધ્રુજી ઉઠે છે. તેને ભૂકંપ કહેવામાં આવે છે. રિક્ટર સ્કેલ પર ૨ની તીવ્રતાવાળા આંચકાને માઇક્રો કેટેગરીમાં રાખવામાં આવે છે. આવા ભૂકંપનો લોકોને કોઇ અનુભવ પણ થતો નથી. દુનિયાભરમાં માઇક્રો કેટગરીના ૮૦૦૦ ભૂકંપ દરરોજ આવે છે. આવી જ રીતે ૨થી ૨.૯ની તીવ્રતા વાળા ભૂકંપને માઇનર કેટેગરીમાં રાખવામાં આવે છે. આવા ૧૦૦૦ ભૂકંપ દરરોજ આવે છે. આવા આંચકા પણ સામાન્ય રીતે અનુભળ થતા નથી. લાઇટ કેટેગરીના ભૂકંપ ૩થી ૩.૯ની તીવ્રતા સાથેના હોય છે. જે એક વર્ષમાં ૪૯૦૦૦ આંચકા આવે છે. આનાકારણે પણ નુકસાન થતુ નથી. ૪થી ૪.૯ની તીવ્રતાના આંચકા લાઇટ કેટેગરીના હોય છે જે વર્ષમાં ૬૨૦૦ જેટલા અનુભવ થાય છે. આ આંચકાનો અનુભવ થાય છે. મોડરેટ અને સ્ટ્રોગ કેટેગરીના આંચકા ૯૨૦ ભૂકંપ એક વર્ષમાં આવે છે. મોડરેટ ભૂકંપની તીવ્રતા પાંચથી ૫.૮ જેટલી હોય છે. આવા ૮૦૦ ભૂકંપ દુનિયાભરમાં એક વર્ષમાં નોંધાય છે. આના કારણે નબળી ચીજાે સાથે બનેલી ઇમારતોને નુકસાન થાય છે. સ્ટ્રોગ કેટેગરીના ભૂકંપમાં ૬થી ૬.૯ની તીવ્રતાના હોય છે. જેના કારણે ભારે નુકસાન થાય છે. એક વર્ષમાં આવા ૧૨૦ ભૂકંપ આવે છે. આવી જ રીતે મેજર અને ગ્રેટ કેટાॅેગરીના ભૂકંપ દુનિયાભરમાં એક વર્ષમાં ૧૯ વખત નોંધાયા છે. આની તીવ્રતા ૭થી ૭.૯ હોય છે. આના કારણે ભારે નુકસાન થાય છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button