નવી દિલ્હી

આ વાંદરાઓ પાસેથી શીખવા જેવું છે સોશ્યલ ડિસ્ટન્સિંગ કોને કહેવાય ?

કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ સોશ્યલ નેટર્વકિંગ સાઇટ ટ્‌વિટર પર શૅર કરેલા અરુણાચલ પ્રદેશના ફોટોગ્રાફમાં વાંદરા શિસ્તબદ્ધ રીતે અંતર જાળવીને એક હરોળમાં બેઠેલા દેખાય છે. પ્રધાનશ્રીએ વાંદરાની બેસવાની પદ્ધતિ માટે ટિપ્પણ કરતી કમેન્ટ લખીને દેશના નાગરિકોને કોરોના લાકડાઉન દરમ્યાન અનિવાર્ય સોશ્યલ ડિસ્ટન્સિંગના પાઠ ‘માનવીના પૂર્વજો’ પાસેથી શીખવાનો અનુરોધ કર્યો છે.અરુણાચલ પ્રદેશની આસામ તરફની સરહદ પાસેના ભાલુકપોન્ગ વિસ્તારમાં એક વ્યક્તિ વાંદરાઓને કેળાં અને તરબૂચની ચીર આપી રહ્યો છે. એ ઘટનાની તસવીરમાં કેટલાક વાંદરાના હાથમાં કેળાં કે તરબૂચની ચીર છે અને બીજા વાંદરા એમનો વારો આવે એની રાહ જોઈને બેઠા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button