
આણંદ, તા. ૨૪
મહેમદાવાદ રાધેકિશન સોસાયટીમાં રહેતા બિલ્ડરની પત્નીએ ઘર કંકાસ અને સાસરીયાના ત્રાસથી ગળે ફાંસે ખાઈ જીવન ટુંકાવતા મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરેઠ ભાટવાડામાં રહેતા જલ્પાબેન હીંગુના લગ્ન દોઢ વર્ષ અગાઉ મહેમદાવાદના રાધેકિશન સોસાયટીમાં રહેતા બિલ્ડર આકાશ હીંગુ સાથે જ્ઞાતિના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્નના થોડા દિવસો બાદ સાસરીયાઓએ પોત પ્રકાશ્યું હતું. જેમાં જાેકે લગ્નના એક વર્ષ બાદ જલ્પાબેનને ઘરના સભ્યો નાની નાની બાબતે હેરાન પરેશાન કરતા હતા. તેમજ સાસુ સહિત ઘરના સભ્યો દરરોજ મહેણા ટોણા મારતા હતા અને રોજ રોજના ઘર કંકાસ વધી ગયો હતો. આકાશ પણ તેને સાથ સાહકાર આપતો ન હતો. ગુરુવારે પણ ઘરના સભ્યોએ જલ્પાબેન સાથે બોલાચાલી કરી હતી. જે અંગે તેણે તેના ભાઈને ફોન કરીને પણ જણાવ્યું હતું. જાેકે કંટાળી ગયેલા જલ્પાબેને મોડી રાત્રે ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. જે અંગે સવારે ફોન આવ્યો હતો કે તમારી બેનને છાતીમાં દુખે છે દવાખાનમાં લઈ ગયા છે જેથી જલ્દી આવો પરંતુ અહીયા આવ્યા ત્યારે બેને ગળે ફાંસો ખાધો હોવાનું જણાયું હતું. જલ્પાએ ઘરના ત્રાસથી જીવન ટુંકાવ્યું છે. આ અંગે મહેમદાવાદ પોલીસને જાણ કરતા મહેમદાવાદ પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ આગળની તપાસ હાથ ધરી છે.
Advertisement