નવી દિલ્હી

બીમારીની અટકળો વચ્ચે તાનાશાહ કિમ જાંગ ઉન જાહેરમાં દેખાયાનો દાવો

કોરિયા,તા.૨
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાંગ ઉનના સ્વાસ્થ્યને લઈને જે અટકળો થઈ રહી હતી તેના પર સવાલ ઉઠી રહ્યાં છે. શુક્રવારે કિમ જાંગ જાહેરમાં જોવા મળ્યા હોવાના રિપોટર્સ છે. ઉત્તર કોરિયાની સરકારી ન્યૂઝ એજન્સીએ આ વાતની જાણકારી આપતા કહ્યું કે કિમ ૨૦ દિવસ બાદ જોવા મળ્યાં છે.
કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી ના જણાવ્યાં મુજબ કિમ જાંગ ઉને સુનચિઓનમાં એક ફર્ટિલાઈઝર ફેકટરી તૈયાર થવાના અવસરે આયોજિત એક સમારોહમાં ભાગ લીધો હતો. આ જગ્યા રાજધાની પ્યોંગયાંગ નજીક છે. આ દરમિયાન કિમની બહેન કિમ યો જાંગ પણ ત્યાં હાજર રહી હતી. જો કે આ સમારોહની તસવીરો હજુ જાહેર થઈ નથી.
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાંગ ઉનના સ્વાસ્થ્યને લઈને ભાત ભાતના અહેવાલો આવી રહ્યાં છે. કેટલાક રિપોટર્સમાં દાવો કરાયો હતો કે હાર્ટ સર્જરી બાદ તેમનું મોત થઈ ગયું. કિમ કયાં છે અને તેમનું સ્વાસ્થ્ય કેવું છે તે એક રહસ્ય બની રહ્યું છે. કારણ કે તેઓ ૧૧ એપ્રિલ બાદથી સરકારી મીડિયામાં જોવા મળ્યા નથી. તેના એક દિવસ બાદ તેમનું ઓપરેશન થયું હતું.ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાંગના સ્વાસ્થ્યને લઈને થયેલા દાવાની પુષ્ટ્રિ કરવી પણ એક પ્રકારે અશકય છે. કારણ કે ઉત્તર કોરિયાએ પોતાની જાતને દુનિયાથી અલગ રાખી છે. ત્યાં દરેક ચીજ ગોપનીય રાખવામાં આવે છે. ઉત્તર કોરિયાના અખબારોએ પણ કિમ જાંગ ઉનની ૧૧ એપ્રિલે લેવાયેલી તસવીર ઉપરાંત કોઈ તસવીર છાપી નથી. તેમણે એ પણ જણાવ્યું નથી કે કિમ બીમાર છે કે નહીં.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button