Anand

ચરોતરમાં બે સહકારી સંસ્થાઓની ચુંટણીઓને લઈને રાજકીય વાતાવરણમાં ગરમાવો

આણંદ એપીએમસી અને ખેડા જીલ્લા સહકારી બેંકમાં વર્ષોથી કોંગ્રેસનું રાજ હતું પરંતુ છેલ્લી એક ટર્મથી ભાજપે કબજાે જમાવ્યો છે પરંતુ કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જાેર લગાડવામાં આવ્યું છે, આણંદ એપીએમસીની ચુંટણીમાં ભાજપની પેનલ જાહેર જ્યારે સામે પક્ષે ભાજપના કેટલાક સભ્યો ચુંટણી લડી રહ્યા છે, કોંગ્રેસના સભ્યો પણ દાવ અજમાવી રહ્યા છે

આણંદ, તા. ૨૮
આણંદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકની આગામી દિવસોમાં ચુંટણી યોજાનાર છે ત્યારે જીલ્લામાં રાજકીય ખેલ શરુ થઈ ગયા છે. જાેકે કોંગ્રેસ હવે સહકારી ક્ષેત્ર પરથી પોતાની પક્કડ ગુમાવી રહ્યું છે તે માટે કોંગ્રેસના નેતાઓ જવાબદાર છે. નેતાઓને કોઈપણ પદ છોડવું નથી. જેને કારણે કાર્યકરો દુર થતા જાય છે. આણંદ એપીએમસીની ચુંટણીમાં આણંદના ધારાસભ્ય સભ્ય ન હોવા છતાં ઉમેદવારી નોંધાઈ હતી અને તે ધ્યાને આવતા ચુંટણી શાખા દ્વારા તેમનું ફોર્મ રદ કરવામાં આવતા રાજકીય ખરભરાટ મચી ગયો છે. જ્યારે ભાજપ દ્વારા પુનઃ એપીએમસીમાં કબ્જાે જમાવવા માટે નવી પેનલ મેદાનમાં ઉતારવામાં આવી છે. જેને લઈને સહકારી ક્ષેત્રે ગરમાવો વ્યાપી ગયો છે. કોંગ્રેસ પણ અંદરખાને કેટલાક સભ્યોને સાથ સહકાર આપીને ભાજપને પુનઃ સત્તા પર બેસવા અટકાવાના પ્રયાસો કરી રહ્યું છે.
ચરોતરની સૌથી મોટી કરોડોના ટર્ન ઓવર કરતી સહકારી કેડીસીસી બેંકની પણ ચુંટણી આ વર્ષે યોજાવાની છે. આ બેંક ઉપર વર્ષોથી પોતાનો દબદબો જમાવીને બેસી ગયેલા નેતાઓને ઘેર ભેગા કરવાની રાજરમતો રમાઈ રહી હોવાની ચર્ચાઓએ જાેર પકડ્યું છે. કેડીસીસી બેંકમાં વર્ષોથી કોંગ્રેસનો દબદબો છે અને ધીરુભાઈ ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ જ અડ્ડો જમાવીને બેઠા છે. જેથી ખેડુતોમાં પણ નારાજગી જાેવા મળી રહી છે. આ વખતે કેડીસીસી બેંકમાં સત્તા પરિવર્તન થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. કેડીસીસી બેંકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી નેતા અમિત ચાવડા, નટવરસિંહ મહીડાને કેડીસીસી બેંકનું ચેરમેન પદ છે તેવું અંદરખાને ચર્ચાઈ રહ્યું છે આમ કોંગ્રેસ દ્વારા અંદરોઅંદર ખેંચતાણ ચાલી રહ્યું છે. તેનો લાભ ઉઠાવીને આ વખતે ભાજપ સક્ષમ ઉમેદવારો મેદાનમાં ઉતારી કબ્જાે જમાવવાનો પ્રયાસ કરશે.
કારણ કે મેન્ડેટ નહીં મળતા અન્ય ૧૦ ઉમેદવારો પણ ચૂંટણીના મેદાનમાં યથાવત છે. ચૂંટણી વિભાગે તમામ ઉમેદવારોને પ્રતિક નિશાન ફાળવી દેતા તેમણે પ્રચાર કાર્ય આરંભી દીધું છે. આમ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આગામી ૭મી ઓકટોબરે ખેતીવાડી વિભાગની ૧૦ બેઠકો પર ૨૦ ઉમેદવારો અને સહકારી વિભાગની ૨ બેઠક માટે ત્રણ ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામશે. વેપારી વિભાગની ચાર બેઠકો માટે ચાર ઉમેદવારી પત્રો ભરાયા છે પરંતુ હાઇકોર્ટમાં મેટર ચાલતી હોવાથી ચૂંટણી વિભાગ દ્વારા આખરી ર્નિણય કરાયો નથી.
આમ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાના સોમવારે છેલ્લા દિવસે ખેડૂત વિભાગમાંથી ૧૨ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ૨૦ ફોર્મ અને સહકારી ખરીદ વેચાણ મંડળીના ત્રણ ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. તમામ ચૂંટણીમાં ઝંપલાવવા માટે પ્રતિક નિશાનો ફાળવી દેવામાં આવ્યા હતા. આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અવની વ્હોરાએ જણાવ્યું કે, વેપારી મતવિભાગમાં ચાર ઉમેદવારો બાબતે હાઇકોર્ટમાં પીટીશન દાખલ થયેલ છે. આથી હુકમ ના આવે ત્યાં સુધી બિનહરીફ જાહેર નહીં કરવાનો ર્નિણય લેવાયો છે.ચૂં ટણી દરમિયાન વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આણંદ એપીએમસી સંકુલની ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. તા ૮મીનારોજ સવારે ૯ કલાકે મતગણતરી હાથ ધરાશે.
ખેતીવાડી વિભાગમાં ૧૦ બેઠકમાં ૨૦ ઉમેદવારો મેદાનમાં
આણંદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ૧૬ બેઠકો માટેની ચૂંટણી માટેની આખરી તૈયારીઓ ચાલી રહી છે. આજે ફોર્મ પરત ખેંચવાના આખરી દિવસે ખેડૂત વિભાગમાંથી ૩૨ માંથી ૧૨ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા આ વિભાગની કુલ ૧૦ બેઠક માટે ૨૦ ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા છે. ભાજપ પક્ષ દ્વારા ખેડૂત વિભાગના ૧૦ ઉમેદવારોને મેન્ડેટ જાહેર કરાતા રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.
ભાજપે મેન્ડેન્ટ આપી જાહેર કરેલા ઉમેદવારો
આણંદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં છેલ્લા કેટલાંય વર્ષોથી કોંગ્રેસ પ્રેરિત સભ્યોની સતા હતી. પરંતુ ગત ટર્મમાં ભાજપે સતા આંચકી લીધી હતી. ચાલુ ટર્મમાં ભાજપે સત્તા જાળવી રાખવા માટે એડીચોટીનું જાેર લગાવ્યું છે. ભાજપ દ્વારા ખેડૂત વિભાગમાં રોહિત. એમ. પટેલ (ગામડી), નિલેશ આઇ.પટેલ (ગાના), રોહિત. એ. પટેલ (જીટોડિયા, પ્રદ્યુમનસિંહ. આર. છાસટીયા (મોગર), મનીષ.આર. પટેલ (વાસદ), ભરતસિંહ સોલંકી (ખાંધલી), મહેન્દ્રભાઇ.બી.પટેલ (નાવલી), જયેશભાઇ.આર.પટેલ (બાકરોલ) શશીકાન્ત સી પટેલ (સારસા) અરવિંદભાઇ સી.પટેલ (બેડવા) ભાજપ મોવડી મંડળ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યા છે. જેઓની મંગળવારે પેનલ જાહેરકરાયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે.
કોંગ્રેસના ધારાસભ્ય સભ્ય ન હોવા છતાં ફોર્મ ભરતા ઉમેદવારી પત્ર રદ થતા ચર્ચાનો વિષય બન્યો
આણંદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર ખેડુત કે ખરીદ વેચાણ સંઘમાં કોઈ જગ્યાએ સભ્ય ન હતા તેમ છતાં કોંગ્રેસના ધારાસભ્ય એપીએમસીમાં પણ પોતાનું વર્ચસ્વ ઉભું કરવા માટે ઉમેદવારી નોંધાવી હતી. જાેકે આ બાબતે સામે પક્ષેથી વાંધો ઉઠાવવામાં આવતા ચુંટણી શાખા દ્વારા ફોર્મ રદ કરવામાં આવ્યું છે. અગાઉ પણ ધારાસભ્ય કાંતિભાઈ પોતાના વિસ્તારના ડીરેકટરને ખસેડીને પોતે ચુંટણીમાં ઉભા રહ્યા હતા. જેને લઈને પણ ભારે નારાજગી જાેવા મળી રહી છે. આમ કોંગ્રેસના ઉચ્ચ નેતાઓને હજુ પણ સહકારી ક્ષેત્રના પદનો મોહ જતો નથી. જેનો લાભ કાર્યકરોને મળતો નથી.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button