આણંદખેડાગુજરાતટૉપ ન્યૂઝવરસાદ

ચરોતરમાં મેઘરાજાની આક્રમક બેટિંગ, ખંભાતમાં પાંચ ઇંચ ખાબક્યો, હવમાન વિભાગની ભારે આગાહી… સરકારી તંત્ર એલર્ટ

આણંદમાં મોડી રાત્રે પણ વરસાદની હેલી, ખંભાતમાં પાંચ ઇંચ ખાબક્યો,આંકલાવમાં કરાં પડ્યાં

ચરોતરમાં ખેડા અને આણંદ જિલ્લામાં મંગળવારની રાતથી જ વરસાદની હેલી શરૂ થઈ હતી, બોરસદ, ખંભાત, નડિયાદ અને અન્ય શહેરો સહિત ગામડાઓમાં માં જોરદાર ઝાપટા સાથે તો અમય વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. આણંદ શહેરમાં તો ગાજવીજ અને વિજળીના ચમકારા વચ્ચે શરૂ થયેલો વરસાદ મોડી રાત સુધી સતત ચાલુ રહ્યો હતો. બીજી તરફ આ વરસાદના પગલે તંત્ર પણ એલર્ટ બની ગયું હતું.

Advertisement

આણંદ શહેરમાં મંગળવારના રોજ વ્હેલી સવારથી જ બફારાનો અનુભવ થઇ રહ્યો હતો. જોકે, રાત્રિના એકાએક વાતાવરણ પલટાયું હતું અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થઇ ગયો હતો. શહેરમાં જાણે વરસાદની હેલી શરૂ થઈ હોય તેમ એકાદ કલાકથી વધુ સમય સુધી સતત વરસાદ ચાલુ રહ્યો હતો. જેના કારણે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયાં હતા. આ ઉપરાંત વિદ્યાનગર રોડ, નવા બસ સ્ટેન્ડ, ગોયા તળાવ સહિતના વિસ્તારમાં પણ પાણી ભરાયાં હતાં. જ્યારે ઇસ્માઇલનગરની કેટલીક સોસાયટીમાં અગાઉના વરસાદનું પણ પાણી ઉતર્યું નહતું, ત્યાં મંગળવાર રાત્રિના વરસાદના કારણે પાણી ફરી ઉલેચવા પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી

નડિયાદ શહેરમાં રાત્રિના સમયે એકાએક વાતાવરણ પલટાયું હતું અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થઇ ગયો હતો. મેઘરાજા એ જાણે આક્રમક મૂડમાં આવી ગયા હોય તેમ તેમ એકાદ કલાકથી વધુ સમય સુધી સતત વરસાદ ચાલુ રહ્યો હતો. જેના કારણે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયાં હતા. જેમાં નડિયાદ શહેરમાં આવેલ શ્રેયસ રેલવેના નાળામાં પાણી ભરાઈ જતા નડિયાદ બે ભાગમાં વેહચાઈ ગયું હતું

Advertisement

આ ઉપરાંત તાલુકા કક્ષાએ પણ વરસાદ નોંધાયો હતો. જેમાં ખંભાતમાં દિવસ દરમિયાન 64 મિમી અને બોરસદમાં 49 મિમી જેવો ભારે વરસાદ નોંધાયો હતો. તેવી જ રીતે આંકલાવમાં 34 મિમી વરસાદ સાંજ બાદ પડ્યો હતો. કેટલાક રહિશોના જણાવ્યાનુસાર, આંકલાવમાં કરાં પડ્યાં હતાં. તારાપુરમાં 30 મિમી, પેટલાદમાં 17 મિમી, સોજિત્રામાં 23 મિમી વરસાદ તથા ખેડા જિલ્લાના તાલુકાઓમાં ક્યાંક સામાન્ય તો ક્યાંક ભારે વરસાદ ખાબક્યો હતો.

બીજી તરફ આ વરસાદની હેલીના પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ બની ગયું હતું અને અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત બચાવ કામગીરી અને સ્થળાંતર સહિતની પુરતી વ્યવસ્થા કરવા તાકીદ કરવામાં આવી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button