આણંદ
સુંદણ ગામે નજીવી બાબતે યુવકને માથામાં લાકડાનો દંડો મારી મોતને ઘાત ઉતાર્યો

આણંદ, તા. ૭
આણંદ તાલુકાના સુંદણ ગામની સીમમાં ડોલમાંથી પાણી બકરી પી જતા ઉશ્કેરાયેલા શખ્સે બકરીના માલિક સાથે ઝઘડો કરીને માથામાં લાકડાનો દંડો મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાત ઉતારતા વાસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુંદણ ગામે તળાવ પાસે રહેતા ગીરીશભાઈ ચુનારા પોતાની બકરીઓ ચરાવવા માટે નીકળ્યા હતા ત્યારે ભોઈવાસમાં લક્ષ્મણભાઈ માનાભાઈ ભોઈના ઘર પાસે ડોલમાં પાણી ભરીને મુક્યું હતું તે પાણી બકરી પી ગઈ હતી. જેથી લક્ષ્મણભાઈએ ગીરીશભાઈને ગમે તેમ ગાળો બોલી ઝઘડો કરીને ઉશ્કેરાઈ જઈ ગીરીશભાઈને માથામાં લાકડાનો દંડાાનો ફટકો મારતા ગંભીર ઈજાઓ પહોંચતા ગીરીશભાઈ ઢળી પડ્યા હતા અને ત્યાં જ તેમનું મોત નીપજ્યુંહતું. જેના પગલે નાનાકડા ગામમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જ્યારે ગીરીસભાઈના સબંધી મંજુલાબેન દશરથભાઈ ચુનારાએ વાસદ પોલીસ મથકે લક્ષ્મણભાઈ માનાભાઈ ભોઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૩૦૨, ૫૦૪, જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Advertisement