નવી દિલ્હી

બાતમીના આધાર પર ઓપરેશન યથાવત જારી મહારાષ્ટ્રમાં નક્સલી સક્રિય

ગઢચિરોલી,તા.૯
મહારાષ્ટ્રમાં નક્સલવાદીઓ હજુ પણ સક્રિય દેખાઇ રહ્યા છે. કારણ કે તક મળતાની સાથે જ હુમલા કરવામાં આવે છે. આવી સ્થિતીમાં નક્સલવાદી ગતિવિધી પર બ્રેક મુુકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના ગઢચિરોલી સહિતના વિસ્તારમાં નક્સલવાદી ગતિવિધી જારી રહી છે. પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે વારંવાર ભીષણ અથડામણ થઇ રહી છે. થોડાક સમય પહેલા ગઢચિરોલીમાં છ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. મહારાષ્ટ્રના ગઢચિરોલીના વન્ય વિસ્તારમાં આ તમામ નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. ઠાર થયેલા નક્સલવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો કબજે કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રમાં નક્સલવાદી વિરોધ ઓપરેશન જારી છે. મહારાષ્ટ્ર પોલીસની સી-૬૦ યુનિટ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. મહારાષ્ટ્રમાં ગઢચિરોલીના એટાપલ્લી વન્ય વિસ્તારમાં અથડામણ થઇ હતી.દેશના અનેક ભાગોમાં નક્સલવાદીઓ સક્રિય છે. જેમાં મહારાષ્ટ્ર ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તિસગઢ અને બિહારનો સમાવેશ થાય છે. આ તમામ રાજ્યોમાં નક્સલવાદીઓ વારંવાર હુમલાને અંજામ આપે છે. નક્સલવાદી ગ્રસ્ત રાજ્યોમાં ઓપરેશન પણ ચાલી રહ્યુ છે. કેન્દ્રની મોદી સરકાર નક્સલવાદીઓનો ખાતમો કરવા માટે પહેલાથી જ આક્રમક યોજના બનાવી ચુકી છે.
જે મુજબ સરકાર આગળ પણ વધી રહી છે. કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ નક્સલવાદીઓના અડ્ડાઓ ફુંકી મારવામાં આવી રહ્યા છે. તેમના પ્રભાવવાળા વિસ્તારોમાં ઘટાડો થઇ રહ્યો છે. તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા માટેના પ્રયાસ પણ થઇ રહ્યા છે.નક્સલવાદીઓની સામે હાથ ધરાયેલા ઓપરેશનના સફળતા મળી રહી છે.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button