ગુજરાત

પાટીલના એક નિવેદને ધારાસભ્યોમાં ખળભળાટ કમિટીના ક્રાયક્રમમાં સી.આર.પાટીલનો સંકેતઃ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉતારશે ૧૦૦ નવા ચહેરા?

કેટલાક રીટાર્યડ થશે,નવા લેવાના એટલે ૧૦૦ થાય, પણ કોઈએ બંધ બેસતી પાઘડી ન પહેરવીઃ પાટીલ

 

અમદાવાદ,તા.૧૨
આજે સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે ભાજપ પ્રમુખ સી.આર પાટીલનો પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં તેમનું સ્વાગત કરાયું હતું અને કાર્યકરો સાથે બાઈકલ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. ટાઉનહોલ ખાતે પહોંચ્યા બાદ પેજ કમિટીના ક્રાયક્રમમાં સી.આર.પાટીલે એક સભા સંબોધી હતી. જ્યાં તેમણે વિરોધીઓ પાર્ટીઓ પર જાેરદાર વરસ્યા હતા. પાટીલે સભામાં સંબોધન કરતા કોંગ્રેસ અને આપને આડે હાથે લેતા આપને ડ્રાંઉં ડ્રાંઉં પાર્ટી ગણાવી હતી. તો બીજી તરફ કાર્યકર્તાને સંસ્થામાં નોકરી અપાવી હોવાનો પણ સ્પીચમાં ઉલ્લેખ કર્યો હતો.
આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવનાર છે, ત્યારે ૨૦૨૨ની ચૂંટણી પહેલા સીઆર પાટીલે પક્ષના જ નેતાઓની ટિકીટ વિશે એક નિવેદન આપ્યું હતું. પેજ કમિટીના ક્રાયક્રમમાં સી.આર.પાટીલે નેતાઓને સંકેત આપતા જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ૧૦૦થી વધુ ધારાસભ્યોને પડતાં મુકાશે. કેટલાક રીટાર્યડ થશે અને કેટલાક નવા લેવાના એટલે ૧૦૦ થાય.
પરંતુ તાત્કાલિક પાટીલે પક્ષના કોઈ નેતા કે કાર્યકરોમાં રોષ ન ફેલાય તે રીતે વાત વાળી હતી. તેમણે છેલ્લે એવું પણ જણાવ્યું હતું કે કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં ૧૦૦ નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે. ટિકિટ માટે પહેલા સર્વે થાય છે અને ટિકિટ હાઈકમાન્ડ નક્કી કરે તેને આપવામાં આવે છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં ધારાસભ્યોનું કામ જાેવામાં આવશે, તેઓ લોકો સુધી પહોંચવામાં કેટલા સફળ થયા છે, તેમના વિસ્તારમાં કેટલા કામ કર્યા છે તે જાેયા બાદ ટિકિટ નક્કી થશે. કોઇપણ પ્રકારની લાગવગશાહી નહી ચાલે.
પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આડકતરી રીતે ભાજપના નેતાઓને શાનમાં સંકેત આપી દીધા છે. બીજી બાજુ સહકારી ક્ષેત્રે હોદ્દા ધરાવતા નેતાઓને પણ સૂચન કર્યું કે સહકાર વિભાગમાં ભાજપના કાર્યકર્તાઓને નોકરીની પ્રાથમિકતા નહીં આપે તો સહકારમાં મેન્ડેડ આપવામાં નહીં આવે. પછી ધારાસભ્યોને સંબોધતા કહ્યું કે આમાંથી કોઈએ બંધ બેસતી પાગડી પહેરવી નહીં.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button