આણંદ

ચાલુ વર્ષે દશેરા પર્વને લઈને ફાફડા જલેબી મોંઘા, ગત વર્ષ કરતા રૂા. ૪૦ વધુ

ગત વર્ષે રૂા. ૩૨૦ એ વેચાતા ફાફડા રૂા. ૩૬૦ ના ભાવે વેચાય છે

આણંદ, તા. ૧૩
દશેરા પર્વ ઉપર ફાફડા જલેબી ખાવાનો મહિમા છે. જેને લઈને આણંદ શહેર સહિત જીલ્લાના બજારોમાં ફાફડા જલેબીના વેચાણ માટે ઠેર ઠેર હાટડીઓ લાગી ગઈ છે. દર વખતે પણ અઠવાડીયા અગાઉથી ફાફડા જલેબી બનાવવાનું શરુ થઈ જતું પરંતુ આ વખતે દસ દિવસ અગાઉ જ ફાફડા જલેબી બનાવવાની શરુઆત કરી છે. ગત વર્ષે કોરોનાના કારણે ઓર્ડર મળ્યા ન હતા. પરંતુ આ વખતે છુટછાટ અપાતા છેલ્લા એક સપ્તાહથી જુદી જુદી કંપનીઓમાંથી ઓર્ડર મળી રહ્યા છે. ગત વર્ષ કરતા આવખતે ફાફડાનું વેચાણ વધુ થશે. મિઠાઈ અને ફરસાણની દુકાનો ધરાવતા વેપારીઓ દ્વારા ફાફડા જલેબીનો સ્ટોક કરવા માટે જ ફાફડા જલેબી બનાવવાનું શરૂ કરી દેવાયું છે. જાે કે આ વખતે મરી મસાલાનાં ભાવ વધવાનાં કારણે ફાફડાનાં ભાવમાં પ્રતિ કિલો ૪૦ રૂા.નો વધારો કરાયો છે. જેને લઈને દશેરાનાં દિવસે ફાફડા જલેબીનો સ્વાદ મોંધો બનશે. દશેરાનાં દિવસે ફાફડા જલેબી ખાવાનો મહિમા હોઈ લોકો દ્વારા અત્યારથી જ વેપારીઓને ફાફડાનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. જાે કે ગત વર્ષ કરતા આ વર્ષે ફાફડાનાં ભાવમાં ર૦ ટકાનો વધારો થયો છે. આણંદનાં વેપારી મયુરભાઈનાં જણાવ્યા મુજબ ચીજ વસ્તુઓનાં ભાવ વધવાનાં કારણે ફાફડાનાં ભાવમાં વધારો કરવો પડેલ છે. જયારે ફાફડા જલેબીનાં શોખીનો દ્વારા દશેરાનાં દિવસે લાઈનમાં ઉભા રહેવું ના પડે તે માટે અત્યારથી જ ફાફડા જલેબીનાં ઓર્ડર આપી દેવામાં આવ્યા છે.લોકો દ્વારા એડવાન્સ નાણા આપી ઓર્ડરો બુક કરાવવામાં આવ્યા છે. તેમજ દશેરાનાં દિવસે ધરાકીને પહોંચી વળવા માટે વેપારીઓ દ્વારા સોમવારથી જ ફાફડા જલેબી તૈયાર કરી સ્ટોક કરવામાં આવી રહ્યો છે. દશેરાનાં દિવસે ગરમાગરમ ફાફડા જલેબી ખાનારા શોખીનો માટે તાજા ગરમાગરમ ફાફડા જલેબીનો ભાવ ૧૦ થી ર૦ રૂા. વધુ રહેશે. આ વર્ષે જલેબીનો ભાવ ૨૬૦ રૂપિયા પ્રતિકિલો તેમજ ધીની જલેબીનો ભાવ ૪૦૦ રૂપિયા પ્રતિકિલો છે. જયારે ફાફડા ૩૬૦ રૂપિયા કિલોનાં ભાવે વેચાશે. આમ આ વખતે ફાફડા જલેબી ખાનારા શોખીના માટે ફાફડા જલેબી મોંઘા રહેશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button