આણંદ

અનુસૂચિત જાતિની મહિલાનું અપમાન કરાતા આણંદ જીલ્લાના અનુસૂચિત જાતિના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું

આણંદ, તા. ૧૩
વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના એક ગામમાં માતાજીના ગરબા ચાલતા હતા ત્યારે અનુસૂચિત જાતિની મહિલાઓ ગરબા ગાવા ગઈ હતી. તો કેટલાક શખ્સોએ મહિલાઓને ગરબા ગાવા દીધા ન હતા અને તેઓને કાઢી મુક્યા હતા. આમ અનુસૂચિત જાતિના લોકોનું જાહેરમાં અપમાન કર્યું છે તેવા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે અનુસૂચિત જાતિ અત્યાચાર માનવ અધિકાર સમિતિ આણંદ જીલ્લાના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
અનુસૂચિત જાતિ અત્યાચાર માનવ અધિકાર સમિતિના ભગાભાઈ ચૌહાણ, સચીનકુમાર ચૌહાણ, કાંતિભાઈ મકવાણા, રેખાબેન રોહિત, ભાવનાબેન નારકર સહિતના આગેવાનો ભેગા થઈ વડોદરા જીલ્લાના સાવલી નજીક એક ગામમાં માતાજીના ગરબા ગાવા ગયેલી અનુસૂચિત જાતિની મહિલાઓને ગરબામાં પ્રવેશવા દીધા હતા તેમજ કેટલાક શખ્સોએ મહિલાઓ સાથે જાતિવાચક શબ્દો બોલીને તેઓનું અપમાન કર્યું હતું. અને તેઓને ધક્કો મારી કાઢી મુક્યા હતા. આમ આજના યુગમાં જાતિ ભેદ દુર કરવા માટે સરકાર દ્વારા કાયદો લાદવામાં આવ્યો છે. તેમ છતાં તેનો ચુસ્ત અમલ થતો નથી. જેના કારણે અવાર નવાર અનુસૂચિત જાતિના લોકો સાથે જુદા જુદા જીલ્લામાં અત્યાચારના બનાવો બની રહ્યા છે. ત્યારે સરકારે આ બાબતે ગંભીરતાથી નોંધ લઈને અનુસૂચિત જાતિના લોકો સાથે દુરવ્યવહાર કરતા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. અને આણંદ જીલ્લા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button