આણંદ

નાર ગામે સાતમના દિવસે ૧૦૮ દિવડાની આરતી ઉતારાઈ

પેટલાદ તાલુકાના નાર ગામે નવરાત્રી મહોત્સવ નિમિત્તે ગામમાં જુદા જુદા ફળિયામાં શેરી ગરબાનું આયોજન થયું છે. ગામમાં આવતા મોટી ખડકી વિસ્તારમાં જલારામ ચોક ખાતે પટેલ લાયન્સ ગ્રુપ દ્વારા નવરાત્રીમાં શેરી ગરબાનું આયોજન કરાયું છે. દરરોજ જુદા જુદા ગરબા સાથે રાસ પણ રમાડવામાં આવે છે. અને ગામની યુવતીઓ યુવકો અવનવા ટ્રેડીશનલ ડ્રેસમાં સજ્જ થઈને ગરબે ગુમે છે ત્યારે સાતમના દિવસે ગ્રામજનો દ્વારા માતાજીની આરાધના કર્યા બાદ ૧૦૮ દિવડાની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના દર્શનનો લાભ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લીધો હતો. આ ઉપરાંત ગામમાં યુવક યુવતીઓ અવનવા વેશભુષામાં સજ્જ થઈને ગરબે ઘુમતા જાેવા મળ્યા હતા.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button