નવી દિલ્હી

ગુજરાતના જવેલરી ઉદ્યોગમાં દિવાળી પૂર્વે જ ખરીદીનો ધમધમાટ

નવી દિલ્હી, તા.૧૩
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે છેલ્લા લગ્નો અટકી જવાને કારણે જવેલરી ઉદ્યોગમાં ખપપૂરતી ઘરાકી સિવાય કંઇ ન હતુ. પરંતુ હવે જયારે નોરતા શરૂ થઇ ગયા છે અને લગ્ન સિઝન નજીક આવતી હોવાથી ગુજરાતના જવેલરી ઉદ્યોગમાં દિવાળી પૂર્વે જ ખરીદીનો ધમધમાટ જાેવા મળી રહ્યો છે. દિવાળી બાદ લગ્નોના શુભ મૂહૂર્તો હોવાથી ગુજરાતની જનતાએ મોટા પાયે સોના-ચાંદીમાં ખરીદી શરૂ કરી દીધી છે. લોકો આડકતરા ખર્ચમાં પણ ઘટાડો કરી રહ્યાં છે તેની સકારાત્મક અસર ગોલ્ડ જવેલરી પર જાેવા મળી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની આવક શરૂ થતા હાલમાં બજારમાં ઘસારો જાેવા મળી રહ્યો છે. એક અંદાજ પ્રમાણે ફકત અમદાવાદમાં જ દાગીનાનું રૂ.૭૦૦થી ૮૦૦ કરોડનો કારોબાર થવાની વકી સેવાઇ રહી છે.
જવેલરી ઉદ્યોગમાં ચાલી રહેલા પ્રવાહ વિશે પ્રત્યાઘાત આપતા જવેલરી એસોસિયેશનના પ્રમુખ જીગર સોનીએ જણાવ્યું હતુ કે હાલમાં લાઇટ બેન્ડ અને વેડીંગ જવેલરીનો પ્રવાહ ચાલી રહ્યો છે. વિવિધ દ્યરેણા જેમ કે થીમ બેઝડ, જૂના ઘાટ પર લોકો વિશેષ ભાર આપી રહ્યા છે. સોનાના ભાવ સરેરાશ ભાવ રૂ. ૪૫થી ૫૦ હજારની વચ્ચે અને ચાંદીના રૂ. ૫૫,૦૦૦થી ૬૫ હજારની વચ્ચે રહેવાની ધારણા સેવાય છે. હાલમાં દ્યરાકી સારી કહી શકાય તેવી છે. કોરોનાની દહેશત ઓછી છતા ઘરાકી નીકળી આવી છે. અમદાવાદની વાત કરીએ તો દાગીનામાં રૂ.૭૦૦થી ૮૦૦ કરોડનું અને બુલિયનમાં તેના બમણા વેચાણની ધારણા સેવાઇ રહી છે.બુલિયનમાં ધીમે ધીમે વેચાણ વધી રહ્યુ હોવાનું જણાવતા તેમણે ઉમેર્યુ હતુ કે તાજેતરમાં ગાંધીનગર બુલિયન એકસચેંજ ચાલુ થઇ જતા આખી દુનિયામાં ગોલ્ડ અહીથી જશે. તેનાથી ટર્નઓવર વધી જશે. ગત ૧ તારીખથી તેમાં સોદા પડવાના શરૂ ગયા છે. હાલમાં મોટા ખેલાડીઓ જેમ કે ઇકો બુલિયન, ઝવેરી ગ્રુપ, પાર્કર બુલિયન, આમ્રપાલી ગ્રુપ વગેરે ધીમે ધીમે જાેડાઇ રહ્યા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button