નવી દિલ્હી

મ્યુકોરમાઈકોસિસ બાદ હવે કોરોનાના દર્દીઓને કમરમાં ફંગસથી થતી તકલીફના કેસ દેખાયા

નવી દીલ્હી,તા.૧૩
હવે મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસ બાદ હવે વધુ એક ફંગસનું ઈન્ફેકશન કોરોનાને હરાવનારા લોકોમાં જાેવા મળી રહ્યું છે. જેમાં પાછલા ત્રણ મહિનામાં કોરોના મુકત થયેલા પુનાના ચાર દર્દીઓમાં નવા ફંગસનું ઈન્ફેકશન લાગ્યું છે. ૬૬ વર્ષના ત્રણ મહિના પહેલા કોરોનાને હરાવનારા પ્રભાકર નામના દર્દીને સામાન્ય તાવ અને કમરમાં સતત દુખાવો રહેતો હતો. તેમણે આ દુખાવાથી રાહત મેળવવા માટે શઆતમાં સામાન્ય દવાઓ લીધી હતી.
જાેકે, તેમણે યારે દ્રારા તપાસ કરાવી ત્યારે ખ્યાલ આવ્યો કે ઈન્ફેકશનના કારણે સ્પાઈનલ–ડિસ્કના હાડકાને નુકસાન થયું હતું, જેને સ્પોન્ડિલોડિસાઈટિસ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ઈન્ફેકશન થયેલી જગ્યાના હાડકાની બાયોપ્સિ અને કલ્ચર (મેડિકલ ટેસ્ટ) કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે તેમાં ફંગસના કારણે નુકસાન થયું છે.
આ પ્રકારની તકલીફમાં સર્જરી કરવી મુશ્કેલ માનવામાં આવે છે, જેમાં આ ફંગસ કરોડરુમાં ક્ષય રોગની નકલ કરે છે. આ પ્રકારની તકલીફ કોરોનાને હરાવી ચુકેલા દર્દીઓમાં જાેવા મળી છે, યારે ભાગ્યે જ આ તકલીફ ફેફસામાં જાેવા મળે છે. દીનાનાથ મંગેશકર હોસ્પિટલના ઈન્ફેકશનના રોગના નિષ્ણાતં પરિક્ષિત પ્રયાગે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, અમે આ પ્રકારની બીમારી ત્રણ મહિનામાં એવા ચાર દર્દીઓમાં જાેઈ કે જેઓ કોરોનાથી સાજા થયા છે. આ પહેલા કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં આ પ્રકારની બીમારી જાેવા મળી નહોતી.આ ચાર દર્દીઓમાં સામાન્ય બાબત એ હતી કે તેમને કોરોનાની ખરાબ અસર થઈ હતી અને તેમને સારવાર દરમિયાન સ્ટીરોઈડના ડોઝ આપવામાં આવ્યા હતા. સામાન્ય રીતે એવું જાેવા મળ્યું છે કે જે કોરોનાના દર્દીઓને સારવાર દરમિયાન સ્ટીરોઈડ આપવામાં આવ્યું હતું તેને કોરોના મટા પછી કેટલીક તકલીફોનો સામનો કરવો પડો છે.એકસપર્ટ પરિક્ષિત પ્રયાગે જણાવ્યું કે, પુનામાં ત્રણ મહિનામાં દેખાયેલા કમરની તકલીફવાળા દર્દીઓની સારવાર હાલ ચાલી રહી છે. હવે આ દર્દીઓની સારવાર દરમિયાન કેટલીક નવી બાબતોને જાણવાની પણ એકસપર્ટ દ્રારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button