નવી દિલ્હી

ગુજરાતમાં વીજ કાપ રોકવા રોજ રૂપિયા ૧૫૦ કરોડની વીજ ખરીદી

નવી દીલ્હી,તા.૧૩
દેશભરમાં કોલસાના સંકટને પગલે વીજળી વિતરણમાં અવરોધ ઊભો થયો છે અને અનેક રાજ્યોમાં અંધારપટ છવાઈ જવાની ભીતિ ઊભી થઈ છે ત્યારે ગુજરાત સરકાર પણ સક્રિય થઇ છે અને ગુજરાતમાં વીજળી કાપ રોકવા માટે દરરોજ રૂપિયા ૧૫૦ કરોડની વીજળી ખરીદી કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં વીજળીની કટોકટી ઊભી ન થાય તે માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા પાવર એક્સચેન્જાે પાસેથી દરરોજ વીજળીના સો મિલિયન યુનિટ ની ખરીદી રૂપિયા ૧૫૦ કરોડના ખર્ચે દરરોજ કરવામાં આવી રહી છે. નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે ત્યારે ગુજરાત વીજ કટોકટી ઘેરી ન બને તે માટે દરરોજ અત્યંત મોંઘા ભાવે વિજળી ખરીદવામાં આવી રહી છે.
દરમિયાનમાં તેવું પણ જાણવા મળ્યું છે કે વીજળી ખરીદી માટે દરરોજ કરવામાં આવી રહેલા કરોડો રૂપિયાના ખર્ચનો બોજાે ગ્રાહકો પર નાખવામાં આવશે અને ફ્યુઅલ તેમજ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ ના ચાર્જમાં થોડા સમય બાદ વધારો કરી દેવામાં આવશે અને એમ કરીને ગ્રાહકો પાસેથી જ વસૂલાત કરી લેવામાં આવશે.
રોજ રૂપિયા ૧૫૦ કરોડના ખર્ચે વીજળીની ખરીદી કરવાની ફરજ એટલા માટે પડી રહી છે કે ઈમ્પોર્ટેડ કોલ ના ભાવ વધી ગયા છે તેમજ કુદરતી ગેસના ભાવમાં વધારો થયો છે અને તેને કારણે ગુજરાતમાં પાવર સપ્લાય ની પરિસ્થિતિને વિપરીત અસર પહોંચી છે.
આગામી તહેવારોના દિવસોમાં તેમ જ અત્યારે પણ નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે વીજળીની કટોકટી ઊભી ન થાય અને દરરોજ નાખવા ન પડે તે માટે મોંઘા ભાવે વીજળીની ખરીદી કરવામાં આવી રહી છે. અત્યારે ગુજરાતમાં કે દરરોજ ચાર હજારથી પાંચ હજાર મેગાવોટ જેટલી વીજળીની ખરીદી દરરોજ કરવામાં આવી રહી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button