નવી દિલ્હી

કટોકટીને ઉકેલવા માટે ક્રાઇસીસ ગ્રુપની રચના કોલસા સંકટને ટાળવા પ્રયાસો

દસ રાજ્યો પર ૧૯૯૦૦૦ કરોડનુ દેવુ : હેવાલમાં દાવો

 

નવી દિલ્હી,તા.૧૩
દેશમાં કોલસા સંકટને દુર કરવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હવે કટોકટીને હળવી કરવા માટે કોલસા મંત્રાલય, રેલવે મંત્રાલય તેમજ ઉર્જા મંત્રાલય દ્વારા સાથે મળીને એક ક્રાઇસીસ ગ્રુપની રચના કરી છે. આ ગ્રુપમાં ત્રણ મંત્રાલયના મોટા અધિકારી ઉપરાંત વીજળી કંપનીઓના અધિકારી સામેલ છે. જે સંકટ પર નજર રાખી રહ્યા છે. રાજ્યોમાં સંબંધિત અધિકારીઓ દિન રાત એક કરીને વિવાદને ઉકેલવામાં લાગેલા છે. બીજી બાજુ પંજાબ, મધ્યપ્રદેશ, બંગાળ, તમિળનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત ૧૦ રાજ્યો પર ૧૯૯૦૦૦ કરોડનુ દેવુ છે. કોલ ઇન્ડિયા લિમીટેડ જંગી રકમ માંગે છે અને અનેક વખત તેમને યાદ અપાયુ હોવા છતાં રાજ્યોએ દેવાની રકમ ચુકવી નથી. આવી સ્થિતી હોવા છતાં કોલ ઇન્ડિયાએ રાજ્યોને પુરવઠો રોક્યો નથી. ઉર્જા મંત્રાલય દ્વારા સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે દેશમાં કોલસાની કોઇ કમી નથી. રાજ્યોની પાસે કોલસાનો જથ્થો રહ્યો નથી. આવી સ્થિતીમાં થર્મલ પાવર પ્લાન્ટને કોલસા પુરવઠોની ખાતરી કરવામાં આવી રહી છે. રાજ્યોના મુખ્યપ્રધાનોએ આ મામલે દરમિયાનગીરી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યા છે. સાથે સાથે કોલસાની ઉપલબ્ધતાની ખાતરી કરવા માટે અપીલ કરી છે. કેન્દ્ર સરકાર અને ઉર્જા પ્રધાને દેશમાં કોલસાની કમી નહી હોવાનો દાવો કર્યો છે. કેન્દ્ર સરકાર પર છત્તિસગઢના મુખ્યપ્રધાન ભુપેશ બઘેલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. તેમણે સવાલ કરતા કહ્યુ છે કે જાે દેશમાં પુરતા પ્રમાણમાં કોલસાનો જથ્થો છે તો દેશના વીજળી એકમ બંધ કેમ થઇ રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે ખોટા દાવા કેમ કરવામાં આવી રહ્યા છે. કોલસાની આયાત બંધ હોવાના કારણે વીજળી પુરવઠા પર અસર થઇ છે. તેમણે કહ્યુ હતુ કજ્યાં સુધી છત્તિસગઢ સરકારનો સવાલ છે ત્યાંસુધી તેઓએ કોલસાની ઉપલબ્ધતાનીખાતરી કરવા માટે સાઉથ ઇસ્ટર્ન કોલ ફિલ્ડ લિમિટેડ, વીજળી અને રેલવેના અધિકારીઓ સાથે વાતચીત કરી છે. કમીના કારણે ૧૧ રાજ્યોમા વીજળી કટોકટીની સ્થિતી રહેલી છે. ૧૧ રાજ્યોમાં વિજળી સંકટના વાદળો ઘેરાયેલા છે. કોલસાની કમીના કારણે દેશમાં વિજળી સંકટની સ્થિતી રહેલી છે. આશરે એક ડઝન જેટલા રાજ્યોમાં કોલસાની કમીના કારણે વીજળી યુનિટો બંધ થવાની સ્થિતીમાં છે. અધિકારીઓ અને સરકારે કહ્યુ છે કે કટોકટીને ટાળવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. જાણકાર લોકો કહી રહ્યાછે કે જાે અસરકારક પગલા લેવામાં નહીં આવે તો સ્થિતી કાબુ બહાર જઇ શકે છે. કેન્દ્ર સરકાર કોલસાની કમીના દાવાને ફગાવી રહી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button