નવી દિલ્હી

દિલ્હીમાં ઝડપાયેલા ત્રાસવાદીની આકરી પુછપરછ હુમલાનો ભય : સાથીની શોધ

નવી દિલ્હી,તા.૧૩
દિલ્હીમાં ઝડપાયેલા ખતરનાક ત્રાસવાદી મોહમ્મદ અશરફની આકરી પુછપરછ કરવામાં આવી રહી છે. તેની પુછપરછમાં કેટલીક ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે. પુછપરછમાં એવી વિગત ખુલી છે કે મોહમ્મદ અશરફ પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓના ઇશારે કામ કરતો હતો. તેમના આદેશ મળ્યા બાદ જ કાર્યવાહી કરતો હતો. તેની પુછપરછમાં આ શખ્સે કહ્યુ છે કે તેની હાજરીમાં ત્રાસવાદીઓએ કેટલાક જવાનોનુ અપહરણ કરી લીધુ હતુ. ત્યારબાદ તેમની હત્યા કરી હતી. જમ્મુ કાશ્મીરમાં અનેક હુમલામાં તેની સંડોવણી રહેલી છે. પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના ઇશારે તે કામ કરીને ત્રાસવાદી ગતિવિધીને વેગ આપતો હતો. સુરક્ષા જવાનોની મુવમેન્ટ પર પણ તે નજર રાખતો હતો. તેના વિડિયો પાકિસ્તાનમાં મોકલતો હતો. ત્રાસવાદી હુમલાઓનો ખતરો તોળાઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં હાલમાં સુરક્ષા વ્યવસ્થાને મજબુત કરવામાં આવ્યાબાદ પંજાબમાં ફરી ત્રાસવાદીઓ નાપાક હરકત કરી શકે છે.પઠાણકોટ અને ગુરદાસપુરમાં હાઈએલર્ટની જાહેરાત કરીને કોમ્બિંગ અને પેટ્રોલિંગની પ્રક્રિયા વધારે અસરકારક બનાવી દેવામાં આવી છે. સાવચેતીના પગલારૂપે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી છે. ભરચક રહેતા વિસ્તારોમાં વધારે સંખ્યામાં જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. એરબેઝ અને એરપોર્ટ પર ત્રાસવાદી હુમલાનો ખતરો વધારે રહેલો છે. ડ્રોન દ્વારા પાકિસ્તાનમાંથી હથિયારો લાવવાના મામલે હજુ તપાસ ચાલી રહી છે. તપાસના ભાગરૂપે બોર્ડર સુધીના દરેક ઘર અને જંગલની તપાસ કરવામાં આવી ચુકી છે. સરકારી હોસ્પિટલોમાં ઈમરજન્સી અંતર્ગત બેડ રિઝર્વ કરાવી દેવામાંઆવ્યા છે. પંજાબ પોલીસે હિમાચલ પોલીસ સાથે મળીને ડમટાલના જંગલોમાં પણ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.પઠાણકોટ એરબેઝ અને અમૃતસર એરપોર્ટ પર આતંકી હુમલાના ઈનપુટ મળ્યા પછી આ જિલ્લામાં બટાલિયનને હથિયાર, બુલેટ પ્રૂફ જેકેટ અને ડ્રેગન લાઈટ્‌સની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં પોલીસ બળ તહેનાત અને આતંકી ઈનપુટ મળ્યાની ખબર પછી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.ઝડપાયેલા ત્રાસવાદીની ઓળખ કરી લેવામાં આવ્યા બાદ પુછપરછ ચાલી રહી છે. ઝડપાયેલા ત્રાસવાદીની યોજના દિલ્હી સહિતના મોટા શહેરોમાં હુમલાની યોજના હતી.જે હવે નિષ્ફળ રહી છે. આઇએસઆઇ દ્વારા આ ત્રાસવાદીને હુમલા માટે ટ્રેનિંગ આપી હતી. તેની પાસેથી જ એકે-૪૭ કબજે કરવામાં આવી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button