મુંબઇ

કિશોર કુમારની આજે પુણ્યતિથી

મૃત્યુ અંગે આભાસ કિશોર કુમારને પણ પહેલા જ થયો કિશોર કુમારને યાદ કરાયા

 

મુંબઇ,તા. ૧૩
મહાન ગાયક કિશોર કુમારના યોગદાન અંગે માહિતી આપવાની જરૂર નથી. કિશોર કુમારનું નામ આવતાની સાથે જ તેના લોકપ્રિય અને રોમાંચક ગીતો ચાહકોના દિલો દિમાગ ઉપર છવાઇ જાય છે. કિશોેર કુમારના ગીત હજુ પણ લોકોના માનસ ઉપર છવાયેલા છે. કિશોર કુમારનો અવાજ કાઢવાના પ્રયાસ કરીને ઘણા કલાકારો તેમની કારકિર્દી બનાવી ચુક્યા છે. કિશોર કુમારની આજે પુણ્યતિથી છે. પુણ્યતિથી પર તમામ લોકો કિશોર કુમારને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. કિશોર કુમારના પુત્ર અમિત કુમારે એક ઇન્ટરવ્યુમાં કહ્યુહતુકે કિશોર કુમારને મૃત્યુ અંગે આભાસ પહેલાથી જ થઇ ગયો હતો. જેથી તેમને તેના ભાઇને સ્વીમિગ જતા રોકી દીધા હતા. આ ઉપરાંત તેની ફ્લાઇટ કેનેડાથી યોગ્ય સમય લેન્ડ કરશે કે કેમ. આ ઉપરાંત કિશોર કુમારને હાર્ટ અટેકના લક્ષણ પહેલાથીજ દેખાઇ રહ્યા હતા. કિશોર કુમારે કહ્યુ કે જાે ડોક્ટરને બોલાવવામાં આવશે તો તેમને ચોકકસ અટેક આવી જશે. આગળી પળમાં જ તેમને એટકે આવ્યો હતો. કિશોર કુમારની પુણ્યતિથીએ ચાહકોએ તેમને અંજલી આપી છે અને યાદ કર્યા છે. ગાયક, સંગીતકાર, અભિનેતા, નિર્માત, પટકથાકાર જેવા અનેક રૂપમાં કિશોર કુમાર નજરે પડી ચુક્યા છે. સંગીતની કોઇપણ પ્રકારની તાલીમ લીધા વગર જે રીતે કિશોર કુમારે સંગીત જગતમાં પોતાનો સ્થાન જમાવ્યો તે દાખલા રૂપ છે. કિશોર કુમાર આજે પણ તમામ લોકોના મનમાં રહે છે. જુની પેઢીની સાથે સાથે નવી પેઢી પણ કિશોર કુમારના અવાજની દિવાની બની ચુકી છે. કિશોર કુમાર જેટલા કુશળ અભિનેતા હતા તેટલા જ સારા વ્યક્તિ પણ હતા. ક્યારે શુ કરી નાખે તેની કોઇને ખબર ન હતી. કિશોર કુમારનો અવાજ દેવાનંદ, રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન માટે વિશેષ લોકપ્રિય રહ્યો હતો. અમિતાભ બચ્ચન માટે તેમનો અવાજ પ્રયાયવાચી બની ગયો હતો. ૧૨ વર્ષની વયમાં જ તેઓએ ગીત સંગીતમાં મહારથ હાંસલ કરવામાં સફલતા મેળવી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button