નવી દિલ્હી

ભારતમાં કોરોનાના કારણે વધુ ૨૨૬ દર્દીના મોત નિપજ્યા

દેશમાં કોરોનાના ૧૫૨૮૩ કેસ

 

નવી દિલ્હી,તા.૧૩
ભારતમાં કોરોનાના દૈનિક કેસોમાં સતત ઉતારચઢાવની સ્થિતી જાેવા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧૫૨૮૩ નવા કેસ સપાટી પર આવ્યા છે. આવી જ રીતે કોરોનાના કારણે વધુ ૨૨૬ દર્દીના મોત થયા છે. ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા ૨૦૭૬૫૩ સુધી પહોંચી ગઇ છે. દેશમાં સતત પાંચમા દિવસે ૨૦ હજારથી ઓછા કેસ સપાટી પર આવતા આંશિક રાહત થઇ છે. દેશમાં હજુ સુધી ૫૮.૬ કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. સાથે સાથે દેશમાં હજુ સુધી ૯૬ કરોડ લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી ચુકી છે. નવા કેસ અને મોત સાથે કુલ કેસો અને મોતનો આંકડો ક્રમશ ૩૪૦૦૧૭૪૩ સુધી પહોંચી ગયો છે. મોતનો આંકડો ૪૫૧૨૨૦ સુધી પહોંચી ગયો છે. કોરોનાના દૈનિક કેસોમાં હવે ઘટાડો થઇ રહ્યો છે. દેશમા ંરિક્વરી રેટ ૯૮.૦૪ ટકા થઇ ગયો છે. રિક્વરી રેટ માર્ચ ૨૦૨૦ બાદ સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયો છે. દેશમાં હજુસુધી ૯૬ કરોડ લોકોને વેક્સીન આપવામાં આવી ચુકી છે. છેલ્લા કેટલાક દિવસથી ૨૦ હજારથી ઓછા કેસ સપાટી પર આવી રહ્યા છે.કોરોનાના દૈનિક કેસોમાં સતત ઉતારચઢાવની સ્થિતી જાેવા મળી રહી છે. ભારતમાં કોરોનાના કેસો ઘટ્યા હોવા છતાં વેક્સીનની પ્રક્રિયા યુદ્ધના ધોરણે જારી છે. ભારતમાં હજુ સુધી ૯૫ કરોડથી વધારે લોકોને વેક્સીન આપવામાં આવી ચુકી છે. દેશના મોટા ભાગના લોકોને વેક્સીન હેઠળ આવરી લેવાની પ્રક્રિયા જારી છે. રિક્વરી રેટ ભારતમાં હાલમાં ૯૮.૦૪ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં કેસોની સંખ્યા ૩.૪૦કરોડના આંકડાને પાર કરી ગયો છે. જ્યારે મોતનો આંકડો ૪.૫૧ લાખના આંકડાને પાર કરી ગયો છે. વેક્સીનેશનના દોર વચ્ચે ભારતમાં રિક્વરી રેટ વધી રહ્યો છે. હવે રિક્વરી રેટ ૯૮.૦૪ ટકા સુધી પહોંચી ગયો છે. માર્ચ ૨૦૨૦ બાદ ભારતમાં રિક્વરી રેટ સૌથી ઉંચો રહ્યો છે. ભારતમાં એક્ટિવ કેસ હવે કુલ કેસોના એક ટકા કરતા ઓછો છે. આ દર ૦.૭૧ ટકા છે. જે માર્ચ ૨૦૨૦ બાદથી સૌથી ઓછો છે. દેશમાં હજુ સુધી ૯૫ કરોડ લોકોને કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુકી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સવારમાં જારી કરવામાં આવેલા આંકડામાં આ મુજબ વાત કરવામાં આવી છે. ભારતમાં વેક્સીન પ્રક્રિયા અતિ ઝડપથી વધી રહી છે. ૯૬ કરોડથી વધારે લોકોને વેક્સીન આપવામાં આવી ચુકી છે. કેરળમાં દૈનિક કેસમાં ઘટાડો થઇ રહ્યો છે.મિઝોરમ અને મહારાષ્ટ્રમાં હાલમાં કેસોની સંખ્યામાં વધારો થયો છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button