નવી દિલ્હી

યોગ્ય સમય અને યોગ્ય પ્રમાણમાં દુધ પીવાથી ફાયદો થાય છે… દુધ પીવાથી શરીરને ખુબ ફાયદો છે

હળદર સહિત કેટલીક ચીજાેને મિક્સ કરીને દુધ પીવાથી વધારે ફાયદો મળે છે : દુધમાં કેલ્શિયમ, પ્રોટીન,પોટેશિયમનુ પ્રમાણ રહેલુ છે

 

દુધ પીવાને લઇને જુદી જુદી માન્યતા જાણકાર લોકોમાં પ્રવર્તી રહી છે. કેટલાક નિષ્ણાંત તબીબો અને લોકો કહે છે કે દુધ પીવાથી નુકસાન થાય છે જ્યારે કેટલાક લોકો અને નિષ્ણાંત લોકો કહે છે કે દુધ પીવાથી ફાયદો થાય છે. આ તમામ પ્રકારની દુવિધા વચ્ચે હાલમાં કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે યોગ્ય સમયમાં યોગ્ય પ્રમાણમાં દુધ પિવાથી શરીરને ફાયદો થાય છે. દુધમાં અનેક પ્રકારના પૌષક તત્વો રહેલા છે. જેના કારણે શરીરને ફાયદો થાય છે. દુધના કારણે શરીરની તાકાત વધે છે. દુધને આયુર્વેદમાં પૂર્ણ આહાર તરીકે ગણવામાં આવે છે. ગાયના દુધથી ફાયદો વધારે થાય છે. નિયમિત દુધ પીવાથા હાડકા, માંસપેશીઓ વધારે મજબુત બને છે. દુધમાં કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ, ફાસ્ફોરસ, વિટામિન-એ, બી,-૧૨, ડી જેવા પોષક તત્વો રહેલા છે. જેને આર્યુવેદમાં પણ ખુબ મહત્વ આપવામાં આવે છે. જાણકાર લોકો તો કહે છે કે દુધ તો કોઇ પણ સમય લઇ શકાય છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવનાર મહિલાઓ માટે દુધ ખુબ ફાયદો પહોંચાડે છે. તે શરીરના ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. આના કારણે ખુબ ફાયદો થાય છે. નાસ્તાના સમય પર અને રાત્રે ભોજન કર્યાના એક બે કલાક પછી દુધ પીવાના કારણે ખુબ ફાયદો થાય છે. ગાયના દુધની તુલનામાં ભેસના દુધમાં પૌષક તત્વોને લઇને લઇને હમેંશા ચર્ચા રહે છે. ગાયના દુધમાં શક્તિ વધારે રહેલી હોવાનો મત પણ કેટલાક લોકો વ્યક્ત કરે છે. દુધને કેટલીક ચીજાેની સાથે મિક્સ કરીને લેવામાં આવે તો વધારે ફાયદો થાય છે. જેમ કે હળદર દુધમાં મિક્સ કરીને પીવામાં આવે તો શરીરને વધારે ફાયદો થાય છે. હળદરમાં વિટામિન-એ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેડ, એન્ટી બેક્ટીરિયલ અને એન્ટીસેપ્ટિક એન્ટી ઓક્સીડેન્ટ ગુણ રહેલા છે. જેના કારણે કુદરતી દુખાવાની તકલીફને દુર કરે છે. કઇ રીતે બનાવવામાં આવે અંગે જ્યારે કોઇ લોકો પ્રશ્ન કરે છે ત્યારે તેનો જવાબ એ છે કે ૨૫૦ મિલી દુધમાં એક ચતુર્થાશ ચમચી હળદરને મિક્સ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં ખાંડ નાંખીને ઉકાળવામાં આવે છે. ફાયદો પણ આનો રહેલો છે. આના કારણે ખાંસી, ગળામાં એલર્જી, ઇજાની પિડા, સોજા અને યુરિન રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. ડાયાબિટીસના દર્દીઓએ ખાંડ મિક્સ કર્યા વગર આ દુધનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. આવી જ રીતે બદામ તેમાં મિક્સ કરીને પણ દુધ ઉપયોગમાં લઇ શકાય છે. તેમાં વિટામિન, બી૧૨, ઇ, ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નીઝ અને મેગ્નેશિયમનુ પ્રમાણ રહેલુ હોય છે. દુધની સાથે આને લેવાથી ફાયદો થાય છે. કઇ રીતે બનાવવમાં આવે તેવા પ્રશ્નના જવાબમાં નિષ્ણાંતો કહે છે કે ૨૫૦ મિલી દુધમાં છ બદામ બારિક પીસીને ખાંડ મિક્સ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે. આના કારણે તમામ પ્રકારની નબળાઇ દુર થાય છે અને યાદશક્તિમાં સુધારો થાય છે. આંખોની રોશની વધારેો મજબુત બને છે. દસ્ત અને ભુખ ન લાગવાની સ્થિતીમાં તેનો ઉપયોગ કરવો જાેઇએ નહીં. કેળાની સાથે પણ દુધનો ઉપયોગ કરી શકાય છે. કેળામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમનુ પ્રમાણ રહે છે જેથી શરીર ખુબ મજબુત રહે છે. ૨૫૦ મિલિગ્રામ દુધમાં એક કેળાને નાંખીને યોગ્ય રીતે ઉકાળીને પીવામાં આવે તો ફાયદો થાય છે. વધારે પ્રમાણમાં કેલેસ્ટ્રોલ ધરાવનાર લોકોએ આનો ઉપયોગ કરવો જાેઇએ નહીં. દુધ કેટલા પ્રમાણમાં લેવામાં આવે તેવા પ્રશ્નના જવાબમાં જાણકાર લોકો કહે છે કે સામાન્ય રીતે બાળકથી લઇને મોટી વયના લોકો ૨૫૦ મિલીથી ૫૦૦ મિલી સુધી દુધ એક દિવસમાં લઇ શકે છે. પરંતુ તે વ્યક્તિની શારરિક રચના અને વય પર આધાર રાખે છે. કેટલા પ્રમાણમાં દુધ લેવામાં આવે તે બાબતે નિષ્ણાંત તબીબોની સલાહ પણ લઇ શકાય છે. રાત્રે ભોજન કર્યા બાદ ઓછા પ્રમાણાં દુધને ગરમ કરીને પિવામાં આવે તો ફાયદો થાય છે. એસિડીટીની સમસ્યા છે તો સામાન્ય તાપમાન પર દુધ પીવામાં આવે તે જરૂરી છે. નાસ્તાની સાથે દુધ લેવાની જરૂર નથી. કફની તકલીફ છે તો આદુ નાંખીને દુધ પિવાથી ફાયદો થાય છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button