ગુજરાત

નવરાત્રિ અને ભવાઈ બન્ને એક સિક્કાની બે બાજુ, ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ ભવાઈ ચરોતરમાં વિસરાઈ રહી છે

અમદાવાદ,તા.૧૩
ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને ઓળખ એટલે ગરબા, લોક નૃત્ય તરીકે સ્થાન પામેલ ગરબા આજે મહંદઅંશે બદલાયા છે. અવનવા સ્ટેપ સામે આવતાં પરંપરાગત ચાલતાં ગરબા પર ખતરો ઊભો થયો છે. આ ગરબાની સાથે સાથે ગુજરાતની અન્ય ભાતીગળ સંસ્કૃતિ ગણાતી ભવાઈ પર પણ જાેખમ ઊભું થયું છે. આમ એક સિક્કાની બે બાજુ પૂરક ગણાતી આ સંસ્કૃતિ પૈકી ભવાઈ ચરોતરમાં લુપ્ત થવાના આરે છે. આજે આંગળીના ટેરવે આખી દુનિયા સમાઈ છે. ત્યારે ગુજરાતની વંશ પરંપરાગત ચાલી આવતી ભવાઈ પર ખતરો ઉભો થયો છે. આજે ટેકનોલોજીના સમયમાં આ ભવાઈ ક્ષેત્રમાં નભતી નાયક જાતિને અનેક પડકારો વેઠવાનો વારો આવ્યો છે. વંશ પરંપરાગત ચાલી રહેલી ભવાઈ, નાયક પરિવારના લોહીમાં સમાયેલી હોય છે.
જે સમયે ટેકનોલોજી નહોતી ત્યારે ગુજરાતમાં શહેરો, શહેરોની પોળ, ગલીઓ તેમજ ગ્રામ્?ય કક્ષાએ તા… થૈયા…. થૈયા…. તા…. થૈ….ના સૂરો રેલાતા તમે સાંભળ્યા હશે જેને ભવાઈનો તાલ કહેવાય છે. અનેક પ્રકારની ભવાઈ ભજવવામાં આવે છે. ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમમાં પણ ભવાઈનું આછું પાતળું વર્ણન કરવામાં આવ્યું છે. આજે મોબાઇલની દુનિયામાં આવી ભવાઈને ડિઝીટલ પ્લેટફોર્મ મળ્યું છે. પરંતુ જે જીવંત જાેવાનો ઉમળકો હતો તે આજે ઓછો થતો ગયો હોવાના ચિતાર ચરોતરમાંથી સામે આવી રહ્યા છે. લગભગ ગુજરાત ભરમાં પણ આવી સ્થિતિ છે. જેના કારણે આ ભવાઈ ક્ષેત્ર સાથે સંકળાયેલ નાયક જાતિને આજે અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. નાયક જાતિ સંપૂર્ણ પણે આ ભવાઈ સાથે સમર્પિત હોય છે. અને આજીવિકા મેળવી જીવન નિર્વાહ કરતી હોય છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button