નવી દિલ્હી

ક્વાલિફાયર-૨ મેચનુ સાંજે ૭-૩૦થી પ્રસારણ દિલ્હી-કોલકત્તા જંગ પર નજર

દિલ્હી કોલક્તાને હાર આપી ફાઇનલમાં પહોંચવા સજ્જ

 

શારજાહ,તા.૧૩
આઇપીએલ ૨૦૨૧ની બીજી ક્વાલિફાયર મેચમાં બે વખતની વિજેતા કોલકત્તા નાઇટ રાઇડર્સની ટક્કર આજે બુધવારના દિવસે દિલ્હી કેપિટલ્સ સાથે થશે. આ મેચ શારજાહ મેદાન ખાતે રમાનાર છે. જેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. મેચનુ સાંજે ૭-૩૦ વાગ્યાથી જીવંત પ્રસારણ કરવામાં આવશે. કેકેઆરની ટીમ શાનદાર ફોર્મમાં આવી ગઇ છે. કોલકત્તાએ છેલ્લી ચાર મેચો પૈકી ત્રણમાં જીત મેળવી છે. દિલ્હીની સામે જાેરદાર દેખાવ કરવા ટીમ તૈયાર છે. દિલ્હીની ટીમ રાઉન્ડમાં શાનદાર દેખાવ કર્યા બાદ કોઇ ખાસ દેખાવ કરી શકી નથી. જેથી તેના પર ચાંપતી નજર છે. આજની મેચ જીતનાર ટીમ ૧૫મી ઓક્ટોબરના દિવસે ચેન્નાઇની સામે ફાઇનલમાં ટકરાશે. બંને ટીમોના સ્ટાર ખેલાડીઓ પર ચાહકોની નજર રહેશે. ગયા વર્ષે સૌથી પહેલા બહાર થઇ જનાર ધોનીની ટીમ આ વખતે સૌથી પહેલા ફાઇનલમાં પહોંચીગઇ છે. અલબત્ત દિલ્હીને હજુ એક તક રહેલી છે. તે હવે ઇલિમિનેટરમાં રમશે. તે મેચ જીતીને ફાઇનલમાં પહોંચી શકે છે.મેચમાં જાેરદાર દેખાવ કરીને પોતાની ટીમને જીત અપાવનાર ગાયકવાડની મેન ઓફ ધ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ પહેલા ઇન્ડિયન પ્રિમિયર લીગની ક્વાલિયર -૧ મેચમાં ચેન્નાઇ સુપરે છેલ્લી ઓવરમાં દિલ્હી પર જીત મેળવીને ફાઇનલમાં કુચકરી લીધી હતી. ચેન્નાઇ સુપરની ટીમ નવમી વખત ફાઇનલમાં પહોંચી ગઇ છે. ચેન્નાઇએ પ્રથમ ક્વાલિફાયરમાં દિલ્હીને ચાર વિકેટે હાર આપી હતી. ધોનીએ ચોગ્ગો ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. ચેન્નાઇ તરફથી ગાયકવાડે ૭૦ અને રોબિન ઉથપ્પાએ ૬૩ રન કર્યા હતા. ગાયકવાડ અને ઉથપ્પા વચ્ચે બીજી વિકેટની ભાગીદારીમાં ૧૧૦ રન બન્યા હતા.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button