આણંદ

કપડવંજના વણઝારા ગામના શહીદ જવાનની ભારે હૈયે આજે અંતિમવધિ કરાશે

જવાને પ્રથમ વખત જમ્મુ કાશ્મીરથી પરત આવ્યો ત્યારે માતા પિતાને સેલ્યુટ કરતો વિડિયો બનાવ્યો હતો. જે સોશ્યલ મીડીયામાં ભારે વાયરલ થયો

આણંદ, તા. ૧૮
ખેડા જિલ્લાના વધુ એક જવાને મા ભોમની રક્ષા કાજે જીવ ગુમાવ્યો છે. કપડવંજના વણઝારિયા ગામના ૨૫ વર્ષીય જવાન જમ્મુમાં આતંકીઓ સાથે અથડામણમાં શહીદ થયા છે. જવાનની શહીદીના સમાચાર મળતા જ તાલુકાનું ૨૫૦૦ ની વસ્તી ધરાવતું વણઝારીયા ગામ શોકમગ્ન બન્યું છે. ગામના હરીશ સિંહ વાઘાભાઈ પરમાર નામના નવયુવાન આજે જમ્મુમાં શહીદ થયાના સમાચાર મળતા જ ગ્રામજનો તેમના ઘરે ઉમટી પડ્યા હતા. ખેડૂતના ઘરે જન્મેલા હરેશસિંહને નાનપણ થી જ આર્મીમાં જાેડાવા નો શોખ હતો, જેઓને કોલેજના પ્રથમ વર્ષમાં જ આર્મીમાં નોકરી મળતા તેઓ અભ્યાસ છોડી દેશ સેવામાં જાેડાઈ ગયા હતા.
આજે સાંજે શહીદ જવાનની અંતિમવિધિ ગાર્ડ ઓફ ઓનર સાથે કરવામાં આવશે. ૨૦૧૬માં હરીશસિંહ રાઘાભાઈ પરમાર ઇન્ડિયન આર્મીમાં જાેડાયા હતા. તે સમયે તેઓને આસામમાં પ્રથમ પોસ્ટિંગ મળ્યું હતું. ત્યાર બાદ તેઓ જમ્મુમાં ફરજ બજાવતા હતા. વણઝારીયા ગામમાં રહેતા રાધાભાઈ અમરાભાઇ પરમારને સંતાનોમાં બે પુત્રો છે. જેમાં હરીશસિંહ જે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા. જ્યારે બીજાે પુત્ર સુનિલ પરમાર ઘરકામમાં પિતાને સાથ આપી રહ્યો છે. જમ્મુના પુંછ સેક્ટર માં આતંકીઓ સાથેની જૂથ અથડામણમાં જવાન શહીદ થતાં આખું ગામ, હરીશ પરમાર ના મિત્ર વર્તુળ તેમજ સગા સંબંધીઓ પણ શોક મગ્ન બન્યા છે.
૨૫૦૦ વસ્તી ધરાવતા વણઝારીયા ગામનો મા ભોમની રક્ષા સાથે નાતો છે. આ ગામમાં ૨૫૦૦ લોકો વસવાટ કરે છે જેમાંથી પાંચ નવયુવાન ભારતીય સૈન્યમાં ફરજ બજાવે છે. અને ૨૫ થી ૩૦ કરતા વધારે નવયુવાનો ભારતીય સૈન્યમાં જાેડાવા માટે પ્રયત્નો પણ કરી રહ્યા છે. ત્યારે આ નાનકડા ગામના યુવાને માતૃભૂમિની રક્ષા કાજે શહીદ થતા ગામમાં ગમગીની છવાઈ હતી.
શહીદ જવાન છેલ્લે મે મહિનામાં લગ્ન કરવા માટે વતન વણઝારીયા ખાતે આવ્યા હતા. તેઓને ધામધૂમ પૂર્વક લગ્ન કરવાની ઈચ્છા હતી, પરંતુ કોરોનાકાળને કારણે ગણતરીના મહેમાનો બોલાવાની સરકારી ગાઈડ હોય તેઓ પછી લગ્ન કરીશ તેમ કહી ૨ જૂનના રોજ નોકરી પર પરત ફર્યા હતા. પરંતુ કોને ખબર હતી, કે તે સમયે નોકરી પર જઈ રહેલ હરીશસિહ આ રીતે ઘરે પરત ફરશે. હરીશસિંહના પિતા રાધાભાઈ પરમાર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, શનિવારે બપોરના ૧૨ વાગ્યાના અરસામાં જમ્મુથી ભારતીય સૈન્યના મેજરનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, હરીશસિંહ શહીદ થઈ ગયા છે. જે સાંભળતાં જ હું ભાંગી પડ્યો હતો. સાથે મને ગૌરવ પણ થયું છે કે મારા દીકરાએ મા ભોમની રક્ષા કાજે શહીદી વહોરી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button