ગુજરાત

તારમીના સ્વાતંત્ર સેનાનીનું ૧૦૮ વર્ષની જૈફ વયે નિધન ગાંધીજી સાથે અમદાવાદની સાબરમતી જેલમાં જેલવાસ પણ કાપ્યો હતો

અમદાવાદ,તા.૨૫
સિંગવડ તાલુકાના તારમી ગામના સ્વાતંત્ર સેનાની ડામોર સુરતાનભાઈ વેસ્તાભાઈનું ૧૦૮ વર્ષની જૈફ વયે ગઈકાલે ૪.૧૫ કલાકે નિધન થયું હતું. સ્વાતંત્ર સેનાનીનું નિધન થતાં પરિવાર સહિત વિસ્તારમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી હતી. જ્યારે રણધીકપુર પોલીસ અને દાહોદ પોલીસે સલામી, સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઝાલોદ તાલુકાના વરોડ ગામે ૧૫ મે-૧૯૧૪ના રોજ જન્મેલા સ્વાતંત્ર સેનાની સુરતાનભાઈ વેસ્તાભાઈ ડામોર મીરાખેડી ગામે ભીલ સેવામંડળની આશ્રમશાળામાં અભ્યાસ કરતા હતા. નાની વયમાં ગાંધીજી સાથે અંગ્રેજાે સામેની લડતમાં જાેડાયા હતા. વર્ષ ૧૯૨૨માં ગાંધીજી સાથે અમદાવાદની સાબરમતી જેલમાં જેલવાસ પણ કાપ્યો હતો.
તેમણે વર્ષ ૧૯૫૭-૫૮માં સીંગવડના તારમી ગામે વસવાટ કર્યો હતો. પરિવારમાં પાંચ પુત્રોની ચોથી પેઢી સાથે રહેતા હતા. ૧૦૮ વર્ષની જૈફ વયના કારણે સુરતાનભાઈ ડામોરની તબિયત કેટલાક સમયથી નાદુરસ્ત રહેતી હતી. ગઈકાલે બપોરે ૪.૧૫ વાગ્યે તારમી ગામે તેઓના નિવાસ સ્થાને દેહત્યાગ કર્યો હતો. રવીવારે બપોરના ૧૨ વાગ્યાના અરસામાં તારમી ગામે રંધીકપુર અને દાહોદના પોલીસ જવાનો દ્વારા સલામી આપી રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમવિધિ કરી હતી.
તેઓની અંતિમવિધિમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જાેડાયા હતા. ભૂતકાળમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સાલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલા આ સ્વાતંત્ર્ય સેનાનીની અંતિમવિધિમાં રાજકીય નેતાઓની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button