નવી દિલ્હી

વર્લ્ડ કપમાં પહેલીવાર જીત મળવાના ઉત્સાહમાં પાકિસ્તાની ગૃહ મંત્રીનો બફાટ, હિન્દુસ્તાની મુસ્લિમોનો ઉત્સાહ સાથે હતો

નવી દીલ્હી,તા.૨૫
ટી-૨૦ વર્લ્ડ કપના સુપર ૧૨ રાઉન્ડની સરખામણીમાં પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને રવિવારે ૧૦ વિકેટથી હરાવીને મોટી જીત મેળવી લીધી છે. અત્યાર સુધી દર વખતે ક્રિકેટ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાની ટીમને જીત મળતી રહી છે. પરંતુ દુબઈમાં રમવામાં આવેલી મેચમાં બાબર આઝમની કેપ્ટનીશિપમાં પાકિસ્તાની ટીમે વિરાટની ટીમને હરાવી દીધી છે.
આ દરમિયાન વર્લ્ડ કપમાં પહેલીવાર જીત મળતા પાકિસ્તાની ગૃહમંત્રી શેખ રશીદ બફાચ કરી દીધો છે. તેમણે પાકિસ્તાની ટીમની જીત પછી ટિ્‌વટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં એમણે ઘણાં નિવેદનોની સાથે એટલે સુધી કહી દીધું છે કે, ભારતના મુસ્લિમોનો ઉત્સાહ પાકિસ્તાની ટીમની સાથે હતો.
ટીમ ઈન્ડિયા સામે પહેલીવાર વર્લ્ડ કપમાં જીત મળતાં ખૂબ ખુશ થઈને પાકિસ્તાની ગૃહ મંત્રી રશીદે એક મિનિટ ૧૧ સેકન્ડનો એક વીડિયો અપલોડ કરીને તેમની ટીમને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું છે કે, પાકિસ્તાનની ટીમને જીતની શુભેચ્છા પાઠવું છું. જે રીતે ટીમે જીત મેળવી છે હું તેમને સલામ કરુ છું. આજે પાકિસ્તાને પોતાને સાબીત કર્યા છે. મને અફસોસ છે કે, આ ભારત-પાકિસ્તાનની પહેલી મેચ છે જ્યાં કોમી જવાબદારીઓના કારણે ગ્રાઉન્ડમાં ના રમી શક્યા. પરંતુ મેં તમામ ટ્રાફિકને કહી દીધું છે કે, બધા કન્ટેનક હટાવી દેવામાં આવ્યા છે જેથી લોકો ઉજવણી કરી શકે. પાકિસ્તાની ટીમ અને કોમ્યુનિટીને ઘણી શુભેચ્છાઓ. આજે અમારી ફાઈનલ હતી. હિન્દુસ્તાન સહિત દુનિયાના તમામ મુસ્લિમોનો ઉત્સાહ પાકિસ્તાની ટીમની સાથે હશે. દરેક ઈસ્લામીને જીતને શુભેચ્છા.પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદ ભારત અને પાકિસ્તાનની મેચ જાેવા યુએઈ પહોંચ્યા હતા, પરંતુ પાકિસ્તાનની હાલની સ્થિતિ જાેઈને પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને પરત બોલાવી લીઘા હતા. દાવો કરવામાં આવ્યો હતો કે, રશીદને પાકિસ્તાનની હાલની સુરક્ષા સ્થિતિ ઉકેલ લાવવા માટે બોલાવવામાં આવ્યો છે. હકિકતમાં પાકિસ્તાનમાં કટ્ટરપંથી ગ્રુપે તહરીર-એ-લ્બ્બૈક પાકિસ્તાન (્‌ન્ઁ)એ જાહેરાત કરી હતી કે, પોતાના પ્રમુખ બાફિઝ હુસૈન રિઝવીની નજરબંધી સામે ઈસ્લામાબાદમાં એક મોટી માર્ચ શરૂ કરી હતી. માનવામાં આવે છે કે, આ કારણથી શેખ રશીદને પરત બોલાવાવમાં આવ્યો છે.
પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં સતત જીતની હારમાળ અંતે રવિવારે ટૂટી ગઈ છે. રવિવારે રમવામાં આવેલી મેચ પહેલાં સુધી વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાને કુલ ૧૨ મેચ રમી હતી. જેમાં દર વખતે પડોશી દેશને હાર મળી હતી. રવિવારે રમવામાં આવેલી મેચમાં વિરાટની ટીમે પહેલાં બેટિંગ કરીને ૧૫૧ રન બનાવ્યા હતા.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button