નવી દિલ્હી

૫૫ દિવસમાં ડેલ્ટાના બેગણા કેસથી ચિંતા વધી ચેતવણી : ફરીથી જુની સ્થિતી

સાવધાની જરૂરી : ડેલ્ટા પ્લસના ૧૧ ગણા કેસથી ફફડાટ

 

નવી દિલ્હી.તા.૨૫
કોરોના વાયરસને લઇને ફરી ખતરનાક અને ખૌફનાક સ્થિતી ઉભી થવાના સંકેત દેખાઇ રહ્યા છે. કારણ કે ફરીવાર નવ મહિના પહેલા જેવી સ્થિતી સર્જાવવાના સંકેત દેખાઇ રહ્યા છે. તહેવાર અને ચૂંટણીના કારણે લોકો બેદરકાર બની રહ્યા છે. જેથી માત્ર ૫૫ દિવસના ગાળામાં જ ડેલ્ટા કોરોનાના બે ગણા અને ડેલ્ટા પ્લસના ૧૧ ગણા કેેસ નોંધાઇ ગયા છે. વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે દરેક વ્યક્તિ પહેલાની જેમ ભીડના હિસ્સા બનવાની કોશીશ કરી રહી છે. જીનોમ સિક્વેન્સિંગ દ્વારા જાહેરાત કરવામાં આવ્યા બાદ સરકારને કઠોર દિશાનિર્દેશ જારી કરવાની જરૂર છે. ફરી એકવાર તહેવારના કારણે હાલત ખરાબ થઇ રહી છે. છેલ્લા એક સપ્તાહમાં જ્યાં ભીડ પણ જામી રહી છે. સંક્રમણના કેસો પણ વધી રહ્યા છે. પૂર્વોતર અને કેરળથી બહાર આવેલા સંક્રમણ હવે પશ્ચિમ બંગાળ, આસામ અને હિમાચલ પ્રદેશમાં જાેઇ શકાય છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય હલચલ તીવ્ર બની ચુકી છે. જાે કે અહીં હજુ સંક્રમણની અસર જાેવા મળી રહી નથી. વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે વાયરસમાં નવા મ્યુટેશનની સ્થિતી સર્જાઇ નથી પરંતુ જે ડેલ્ટા વેરિયન્ટના કારણે બીજી લહેરમાં લોકોની હાલત ખરાબ થઇ હતી તે હજુ સુધી ગાયબ થઇ નથી. ડેલ્ટા વેરિયન્ટ હજુ પણ છે. આના કારણે જ બીજી ખતરનાક લહેર આવી હતી. ચારેબાજુ લાશોના ઢગલા થઇ ગયા હતા. ગંભીર અને જીવલેણ વેરિયન્ટ હજુ પણ છે. નવેસરના હેવાલ મુજબ ૩૦મી ઓગષ્ટ સુધી દેશમાં ૧૫ હજાર સેમ્પલ જ ડેલ્ટા વેરિયન્ટથી ગ્રસ્ત મળ્યા હતા. પરંતુ ૧૧ ઓક્ટોબર સુધી તેની સંખ્યા વધીને ૨૬૦૪૩ સુધી પહોંચી ગઇહતી. ડેલ્ટા વન અને કપ્પા વેરિયન્ટની સંખ્યા વધીને ૫૪૪૯ સુધી પહોંચી ગઇ હતી. ડેલ્ટા વેરિન્ટમાંથી નિકળેલા એવાઇ સિરીઝના વાયરસ ૩૯૩થી વધીને ૪૭૩૭ સુધી પહોંચી ગયા છે. કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટના નવા મ્યુટેટ એવાય -૪ ના સાત કેસ ઇન્દોરમાં મળી ચુક્યા છે. તેની સંખ્યા ઓછી છે પરંતુ તેના પર નજર રાખવામાં આવી રહી છે. નેશનલ સેન્ટર ઓફ ડિસીઝ કન્ટ્રોલ દ્વારા જીનોમ સિક્વેન્સિંગના અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે આ મ્યુટેંટ બ્રિટનમાં મળ્યા બાદ ભયની સ્થિતી છે. અસરગ્રસ્તમાં મઉ છાવણી વિસ્તારના બે અધિકારી સામેલ છે. તેમના સેમ્પલો સપ્ટેમ્બરમાં લેવામાં આવ્યા હતા. નવા વાયરસ મ્યુટેંટને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવ્યા બાદ તેને વેરિયન્ટ અંડર ઇન્વેસ્ટીગેશન શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button