નવી દિલ્હી

વડાપ્રધાન જાહેર કરશે ૬૪૦૦૦ કરોડની આર્ત્મનિભર સ્વાસ્થ્ય યોજના

વારાણસીને મળી ૫૨૦૦ કરોડની ભેંટ

 

નવી દીલ્હી,તા.૨૫
ઉત્તરપ્રદેશમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીયુપીની મુલાકાત શ થઈ ગઈ છે જે પીએમ મોદી સિદ્ધાર્થનગર અને વારાણસી આવ્યા છે અને તેમનું ભવ્ય સ્વાગત થયુ છે. ઉત્તરપ્રદેશ માટે વડાપ્રધાને આરોગ્ય ક્ષેત્રે રૂા.૬૪૦૦૦ કરોડની યોજનાની જાહેરાત કરી છે. વારાણસીને રૂા.૫૨૦૦ કરોડની યોજનાઓ મળી છે. અહીં તેઓ અનેક પ્રોજેકટનો શિલાન્યાસ કરી રહ્યા છે અને ૬૪ હજાર કરોડની આર્ત્મનિભર સ્વસ્થ ભારત યોજનાની શઆત કરાવી છે.
મળતી માહિતી મુજબ પીએમ મોદી સવારે ગોરખપુર એરપોર્ટ પહોંચ્યા હતા. આ પછી સવારે ૯.૪૫ કલાકે ગોરખપુરથી સીએમ યોગી સાથે સિદ્ધાર્થનગર જવા રવાના થયા હતા. વડાપ્રધાન મોદી અને સીએમ યોગી સિદ્ધાર્થનગર હેલિપેડ પહોંચ્યા હતા. હેલીપેડથી સડક માર્ગે વડાપ્રધાન મોદી અને સીએમ યોગી બીએસએ ગ્રાઉન્ડે પહોંચ્યા હતા.
અહીં પીએમ મોદી ૯ મેડિકલ કોલેજાેનું ઉધ્ઘાટન કર્યુ હતુ. કરશે, આ સાથે તેઓ જાહેર સભાને સંબોધી હતી. અહીં કાર્યક્રમ બાદ પીએમ મોદી ગોરખપુરથી વારાણસી જવા રવાના થયા હતા. પ્રધાનમંત્રી આર્ત્મનિભર તંદુરસ્ત ભારત યોજના પણ શ કરી દીધી છે.
વડા પ્રધાન કાર્યાલય તરફથી મળેલી માહિતી અનુસાર, પીએમ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી માટે ૫,૨૦૦ કરોડ પિયાથી વધુના પ્રોજેકટસનું ઉધ્ઘાટન કર્યુ છે. આ સાથે પ્રધાનમંત્રી વારાણસીથી ૬૪,૧૮૦ કરોડ પિયાની દેશભરમાં આર્ત્મનિભર સ્વાસ્થ્ય ભારત યોજના પણ લોન્ચ કરી છે.
કાશીના રહેવાસીઓને જ આ પ્રોજેકટસનો લાભ મળશે, પરંતુ આ દેશના ઉધોગને પણ પ્રોત્સાહન આપશે. કાશીના પ્રવાસન ઉધોગને પણ નવી લાઈટ મળશે, જેના કારણે લોકોનું જીવન પણ સરળ બનશે. બપોરે, વડા પ્રધાન રિંગ રોડ ઓવર બ્રિજ (રખોના) ના કિનારે મહેદીગજં ગામમાં જાહેર સભા યોજીને અનેક પ્રોજેકટસનું ઉધ્ઘાટન કર્યુ છે.
આમાંના સૌથી મોટા પ્રોજેકટમાં વારાણસી–ગાઝીપુર હાઇવે અને રિંગ રોડ ફેઝ–૨ પેકેજ–૧ રાજાતલબથી વાજિદપુર (હરહત્પઆ), સ્માર્ટ સિટીમાંથી ઘાટનો પુનઃવિકાસ, લાઇટિંગ, સર્કિટ હાઉસ અને ટાઉન હોલ પાકિગ અને ટઉઅ અને તળાવનું બ્યુટિફિકેશન સામેલ છે.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button