નવી દિલ્હી

શાહરૂખ ખાનને અઠવાલેએ સલાહ આપી આર્યન નશામુક્તિ કેન્દ્રમાં જાય

આર્યનની તકલીફ હજુ અકબંધ : તપાસનો જાેરદાર દોર

 

નવી દિલ્હી,તા.૨૫
બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની તકલીફ વધી રહી છે. તે હાલમાં જેલમાં છે. આવી સ્થિતીમાં શાહરૂખખાનને રાજ્યપ્રધાન રામદાસ અઠવાલેએ ખાસ સલાહ આપી છે. તેમણે કહ્યુ છે કે આર્યનને નશામુક્તિ કેન્દ્રમાં મોકલવાની જરૂર છે. રાજ્ય સરકાર આ બાબતની ખાતરી કરે કે વાનખેડેને કોઇ પણ પ્રકારની તકલીફ ન થાય. તેમની જાન સામે કોઇ ખતરો ન રહે. તેમણે સલાહ આપતા કહ્યુ છે કે શાહરૂખ ખાને આર્યનને નશામુક્તિ કેન્દ્રમાં મોકલી દેવો જાેઇએ. કેન્દ્રિય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યપ્રધાન રામદાસ અઠવાલેએ આ મુજબની વાત કરી છે. તેમણે સમીર વાનખેડેની ખુલ્લી રીતે પ્રશંસા કરી છે. તેમણે કહ્યુ છે કે સમીરે કોઇ ખોટુ કામ કર્યુ નથી. મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકના આરોપો આધારવગરના અને શરારતપૂર્ણ છે. તેમણે કહ્યુહતુ કે એક જવાબદાર પ્રધાને આવા આધારવગરના નિવેદન કરવા જાેઇએ નહીં. રામદાસ અઠવાલેએ કહ્યુ છે કે તેમની પાર્ટી આરપીઆઇ સમીર વાનખેડેની સાથે ઉભી છે. સમીર વાનખેડે પછાત જાતિ સાથે જાેડાયેલા છે. જેથી સમીર વાનખેડેને લઇને પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે. આર્યનને એક બે મહિના માટે નશામુક્ત કેન્દ્રમાં મોકલી દેવો જાેઇએ. જેથી તે નશાથી મુક્ત થઇ જશે. મલિક ધાર્મિક અને જાતિવાદના રંગ આપવાના પ્રયાસ કરી રહ્યા છે. મામલામાં નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે. એનસીબીની પાસે આર્યનને લઇને પુરતાપુરાવા છે. જેથી આર્યનને જામીન આપવામાં આવ્યા નથી. એનસીબી યુવાનોને નશાથી મુક્ત કરાવાના પ્રયાસ કરી રહી છે. નવાબ મલિકના જમાઇ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button