નવી દિલ્હી

એક પછી એક હાર બાદ હવે કઠોર નિર્ણય લેવાનો સમય આવ્યો કોંગ્રેસ પાર્ટી પતન તરફ વધી ગઇ?

દેખાવા કરવાથી કામ થશે નહીં ઃ સૌથી જુની પાર્ટીના નહેરુ-ગાંધી બ્રાન્ડ હવે બિનઅસરકારક : બોજ બનેલા નેતાઓને ઘર ભેગા કરવા પડશે

 

૨૦૧૯ લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ વિવિધ રાજ્યોાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી, મહાનગરપાલિકાની ચૂંટણી તેમજ સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસની સતત હાર થઇ રહી છે. કોઇ જગ્યાએ લોકો કોંગ્રેસ પાર્ટીને સ્વીકાર કરી રહ્યા નથી. મોટા મોટા વચન દરેક ચૂંટણીમાં આપવામાં આવ્યા હોવાછતાં તેની હાર થઇ રહી છે. ગઠબંધનના પ્રયોગમાં પણ કોંગ્રેસ પાર્ટી ફ્લોપ રહી છે. આવી સ્થિતીમાં કોંગ્રેસ પાર્ટીમાં હવે ધરખમ ફેરફારો કરવાની જરૂર દેખાઇ રહી છે. એક પછી એક હાર બાદ દેશની સૌથી જુની અને પ્રતિષ્ઠિત પાર્ટી કોંગ્રેસને લઇને સામાન્ય લોકોમાં નવી ચર્ચા છેડાઇ ગઇ છે. કોંગ્રેસ પાર્ટી પતન તરફ વધી રહી છે કે કેમ તેની પણ ચર્ચા છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં જે રીતે મોદી સુનામી વચ્ચે કોંગ્રેસની કફોડી હાલત થઇ અને ત્યારબાદ વિવિધ રાજ્યોમાં જે રીતે કોંગ્રેસની દુરદર્શા થઇ તેના કારણે એવી ચર્ચા છે કે કોંગ્રેસ પાર્ટી હવે મર્યાદિત બની ગઇ છે અને એક પ્રાદેશિક સ્તર સુધી તેની તાકાત હવે જાેવા મળી રહી છે. લોકસભા ચૂંટણીમાં હાર બાદ ૧૩૪ વર્ષ જુની કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર બે રસ્તા પર છે. હવે કોંગ્રેસને સમજી લેવાની જરૂર છે કે માત્ર નહેરુ-ગાંધી પરિવારનુ નામ જ તેમની નૌકાને પાર કરી શકશે નહીં. આત્મચિંતનની સાથે સાથે મોટા અને કઠોર નિર્ણય પણ લેવા પડશે. પાર્ટીમાં બોજ બની ગયેલા નેતાઓને બહાર કરવુ પડે તો પણ કરવાથી ખચકાટ હવે અનુભવ કરવાની સ્થિતીમાં વધારે સ્થિતી ખરાબ થઇ શકે છે. વર્ષ ૨૦૧૪માં કોંગ્રેસ પાર્ટીને મોદી લહેર વચ્ચે ૪૪ સીટો મળી હતી. જ્યારે પાંચ વર્ષ બાદ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૫૨ સીટો મળી હતી. . જે સાબિત કરે છે કે કોંગ્રેસ પાર્ટીની લોકપ્રિયતા લોકોમાં કેટલી હદ સુધી ખરાબ થઇ ચુકી છે. પાર્ટીની હાલત મૃતપાય જેવી થઇ ગઇ છે.કોંગ્રેસ પાર્ટીની મત હિસ્સેદારી પણ ખુબ નીચેની સપાટી પર પહોંચી ગઇ છે. વર્ષ ૨૦૧૪માં સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી મેદાનમાં ઉતરી હતી. એ વખતે કોંગ્રેસને ૪૪ સીટો મળી હતી. તેની મતહિસ્સેદારી ૧૯.૩૦ ટકા રહી હતી. આવી જ રીતે વર્ષ ૨૦૧૯માં કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના નેતૃત્વમાં મેદાનમાં ઉતરી હતી અને તેની મતહિસ્સેદારી ૨૩.૩૦ ટકાની આસપાસ રહી હતી. નરેન્દ્ર મોદીના કરિશ્માને પણ એક બાજુ મુકી દેવામાં આવે તો આજે કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સામે કોઇ જગ્યાએ દેખાતી નથી. છેલ્લા બે દશકથી પાર્ટી અધ્યક્ષ પદ પર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો કબજાે રહ્યો છે. વર્ષ ૧૯૯૮માં સોનિયા ગાંધી પાર્ટી પ્રમુખ બન્યા હતા. એ વખતે તેમની પાસે રાજનીતિનો કોઇ અનુભવ ન હતો સાથે સાથે સંગઠન કઇ રીતે ચાલે છે તે અંગે પણ કોઇ અનુભવ ન હતો. સીતારામ કેસરીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી જ્યારે વધુને વધુ કમજાેર પડી રહી હતી ત્યારે સોનિયા ગાંધીને પાર્ટી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી વર્ષ ૧૯૯૯માં ચૂંટણી હારી ગઇ હતી. પરંતુ વર્ષ ૨૦૦૪માં કોંગ્રેસ પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીને પરાજિત કરીને આઠ વર્ષ બાદકોંગ્રેસની સત્તામાં વાપસી થઇ હતી. પાંચ વર્ષ બાદ વર્ષ ૨૦૦૯માં કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં યુપીએ સરકારની ફરી વાપસી થઇ ગઇ હતી. પરંતુ વર્ષ ૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટીની જવાબદારી મોદીના હાથમાં આવી ગયા બાદ કોંગ્રેસનો ગ્રાફ સતત નીચે પહોંચી રહ્યો છે. લોકસભાની ચૂંટણીની સાથે પાર્ટીએ આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ હારી ગઇ હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર અને હરિયાણા તેની હાથમાંથી નિકળી ગયા હતા. અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસની હાર થઇ છે. તમિળનાડુ અને ઓરિસ્સા જેવા રાજ્યો તો પહેલાથી જ તેની હાથમાંથી નિકળી ગયા છે. કોંગ્રેસ પાર્ટી આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તિસગઢ અને સુધી મર્યાદિત રહી છે. પંજાબમાં પણ તેનુ શાસન છે. કેન્દ્રમાં મોદી સરકારને ઉખાડી ફેંકવામાં આવશે તેવો દાવો કરનાર કોંગ્રેસ પાર્ટીની હાલત સૌથી વધારે ખરાબ થઇ ગઇ છે. કોંગ્રેસ પાર્ટી હવે પાટા પર ફરી આવી શકશે કે કેમ તે પ્રશ્ન હવે થાય તે સ્વાભાવિક છે. રાહુલના કારણે પાર્ટી મતદારોમાં ગુમાવેલા વિશ્વાસને હાંસલ કરી શકશે કે કેમ તે પણ પ્રશ્ન છે.
સવાલમાંથી એક સવાલ અન્ય નિકળે છે. આ પ્રશ્ન એ છે કે શુ રાહુલ ગાંધી એકલા પડી ગયા બાદ પાર્ટીને આગળ વધારી શકશે.પ્રિયંકા ગાંધીમાં એવી કેવી વિશેષતા હતી કે તેમને રાતોપાત પાર્ટીના મહાસચિવ બનાવી દેવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધીએ ક્યારેય સંગઠન માટે કોઇ કામ કર્યુ નથી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button