મુંબઇ

મલાઇકા-અર્જુન સાથે દેખાયા બંને ટુંક સમયમાં જ લગ્ન કરે તેવી સંભાવના : અહેવાલ

મુંબઇ,તા. ૨૫
મલાઇકા અરોરા અને અર્જુન કપુર ફરી એકવાર સાથે નજરે પડ્યા છે. બંને ખુબ હોટ અને બોલ્ડ અવતારમાં દેખાયા છે. તેમના ફોટોની ચર્ચા જાેવા મળી રહી છે. બંને ક્યારે લગ્ન કરશે તેની પણ હાલમાં ચર્ચા છે. મલાઇકા અરોરા ખાન અને અર્જુન કપુર ટુંક સમયમાં જ લગ્ન કરી શકે છે. તેમની મિત્રતા અને સંબંધો હવે વધારે મજબુત થઇ રહ્યા હોવાના અહેવાલ આવ્યા છે. હવે સંબંધોને લઇને ચાલી રહેલી ચર્ચાનો અંત લાવવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. બંનેના રિલેશનશીપના અહેવાલોની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી જાેવા મળે છે. જાેકે કે હવે એવા અહેવાલ આવી રહ્યા છે કે બંને ટુંક સમયમાં જ લગ્ન કરી શકે છે. બંનેના લગ્નને લઇને ભારે ચર્ચા હવે છેડાઇ ગઇ છે. થોડાક દિવસ પહેલા જ અર્જુન કપુર અને મલાઇકા અરોરાનો ફોટો વાયરલ થયો હતો. જેમાં બંને એકબીજા સાથે નજરે પડ્યા હતા. એવા અહેવાલ મળ્યા છે કે અર્જુન કપુર અને મલાઇકા ખાન વચ્ચેના સંબંધોની ચર્ચા છેલ્લા કેટલાક વર્ષોથી રહેલી છે. જાે કે બંને પોતાના સંબંધોને લઇને વાત કરી રહ્યા ન હતા. બંને હાલમાં મિત્રો હોવાની વાત કરી રહ્યા છે. હવે નજીકના સુત્રોએ કહ્યુ છે કે આગામી વર્ષે બંને લગ્ન કરી શકે છે. બંને રિલેશનમાં હોવાના હેવાલ સતત આવતા રહે છે. મલાઇકા અહેવાલને લઇને હજુ સુધી કોઇ વાત કરી રહી નથી. તાજા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે મલાઇકા અને અર્જુન આગામી વર્ષે લગ્ન કરી શકે છે. પોતાના રિલેશનને લોકોની વચ્ચે લાવવા માટેની પણ તૈયારીમાં છે. મલાઇકા અરોરા અરબાજ ખાન સાથે છુટાછેડા લઇ ચુકી છે. તેમની વચ્ચે લગ્ન સંબંધો ખુબ લાંબા સમય સુધી ચાલ્યા બાદ બંને અલગ થયા હતા. સેક્સી સ્ટાર તરીકેની છાપ ધરાવતી મલાઇકા અરોરા ખાનના સંબંધોને ઇને અર્જુન કપુરના પરિવારના સભ્યો તરફથી હજુ સુધી કોઇ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button