નવી દિલ્હી

ભારતની મેચમાં હાર થતા પંજાબમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલો,તમે પાકિતાની છો એવા સૂત્રોચ્ચાર

અમૃતસર, તા.૨૫
ટી ટવેન્ટી વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની જીત બાદ પંજાબની વિવિધ કોલેજાેમાં ભણતા કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. હુમલો કરનારાઓમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોનો સમાવેશ થાય છે. ‘ફ્રી પ્રેસ કાશ્મીર’ના એક અહેવાલ મુજબ, પંજાબના સંગરુરમાં ભાઈ ગુરુ દાસ ઈન્સ્ટિટ્‌યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાં દ્યણા વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમના હોસ્ટેલ રૂમ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.એક વિદ્યાર્થીએ ફેસબુક પર હુમલાનું લાઇવ સ્ટ્રીમિંગ પણ કર્યું હતું. વિદ્યાર્થીઓ પર સળિયા અને લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ફ્રી પ્રેસ કાશ્મીરે ભાઈ ગુરુ દાસ ઇન્સ્ટિટ્‌યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ના એન્જિનિયરિંગ ના વિદ્યાર્થી આકિબને ટાંકીને કહ્યું કે ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક વિદ્યાર્થીઓ તેના રૂમમાં દ્યૂસી આવ્યા હતા અને તેના પર હુમલો કર્યો હતો.
એ જ કોલેજના અન્ય વિદ્યાર્થી શોએબે કહ્યું, ‘અમે અમારી હોસ્ટેલના રૂમમાં હતા જયારે અમને બહારથી થોડો અવાજ સંભળાયો. અમે શું થઈ રહ્યું છે તે જાેવા ગયા અને બીજા બ્લોકમાં કેટલાક લોકો કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલો કરતા જાેયા. તેઓએ રૂમની બારીના કાચ તોડી નાખ્યા હતા અને સતત ‘તમે પાકિસ્તાની છો’એવું બૂમ પાડી રહ્યા હતા. તેમણે કહ્યું, અમે અમારી જાતને અમારા રૂમમાં બંધ કરી દીધી.
અન્ય એક વિદ્યાર્થીએ કહ્યું, ‘સ્થાનિક પંજાબીઓ અમારા બચાવમાં આવ્યા. તેઓએ અમને આ હુમલાઓથી બચાવવાનો પ્રયાસ કર્યો.’ અન્ય કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેઓએ કોલેજ પ્રશાસન સાથે વાત કરી છે અને તેમને ખાતરી આપવામાં આવી છે કે આ બાબતને ગંભીરતાથી લેવામાં આવશે .ઉલ્લેખનીય છે કે આ દ્યટનામાં ઓછામાં ઓછા છ કાશ્મીરી વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button