ગુજરાત

સુરતની સેસન્સ કોર્ટે રચ્યો ઈતિહાસ, ૨૯ દિવસમાં ચુકાદો, આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદ

સુરત,તા.૧૨
સુરતના સચિન જીઆઈડીસીમાં ૪ વર્ષની બાળકી પર બળાત્કારના મામલા સુરતની સેશંસ કોર્ટે ઇતિહાસ રચ્યો છે. આ કેસમાં ૨૯ દિવસમાં જ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. આ કેસમાં કોર્ટે આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા અને એક લાખ રુપિયાના દંડની સજા ફટકારી છે. આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્‌વીટ કરી હતી.
બહુચર્ચીત આ કેસમાં ગુજરાત પોલીસ દ્વારા રાત દિવસ મહેનત કરી અને ૯ દિવસમાં જ ચાર્જશીટ ફાઈલ કરી દેવામાં આવી હતી. આ કેસમાં પીડિત પરિવારને ન્યાય અપાવવામાં માટે કોર્ટમાં રાત્રે ૧૨ વાગ્યા સુધી હિયરિંગ થયું હતું.
આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્‌વીટ કરી જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ઝડપી ન્યાય માટે પ્રતિબદ્ધ છે, પીડિત પરિવાર ને ઝડપી ન્યાય મળે અને ગુનેહગારોંમા ડર પૈદા થાય તેમજ સમાજમા એક કડક દાખલો બેસે તે હેતુ થી આજે ગુજરાતમાં ઐતિહાસિક સમયમાં ચુકાદો આવ્યો છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button