સારસા-વાંટા સીમમાં પાનાપત્તાનો જુગાર રમતા ૪ ઝડપાયા

આણંદ, તા. ૭
આણંદ તાલુકાના સારસા-વાંટા ગામની સીમમાં ચારીયા વિસ્તારમાં આવેલા ખેતરમાં કેટલાક લોકો જુગાર રમતા હોવાની બાતમીના આધારે આણંદની એલસીબી પોલીસે છાપો મારી જાહેરમાં પાનાપત્તાનો જુગાર રમતા ચાર સખ્શો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. અને બે શખ્સો ભાગી ગયા હતા. જેથી પોલીસે સ્થળ પરથી ૧૧૦૫૦ રુ.ની રોકડ રકમ અને પાનાપત્તા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ચાર શખ્સો વિરુદ્ધ ખંભોળજ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી વિગતો અનુસાર સારસા ગામના ચારીયા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે છાપો મારી જાહેરમાં પાનાપત્તાનો જુગાર રમતા અનવરઅલી અમીરઅલી સૈયદ રહે. સૈયદવાડા સારસા, સંજયભાઈ ઉર્ફે ભુરીયો ખુમાનસિંહ રાઉલજી રહે. વાંટામાં સારસા, રાકેશ ઉર્ફે જાડીયો હસમુખભાઈ રાઠોડ રહે. વાંટામાં મઢી પાસે સારસા, મહેન્દ્રસિંહ દીલીપસિંહ રાઉલજી રહે. વાંટામાં મેલડીમાતાવાળું ફળિયું સારસા સહિત ચાર શખ્સો ભાગી છુટ્યા હતા. જ્યારે શંભુ જશભાઈ મહીડા અને મયુર ઉર્ફે કટપ્પા જાડીયાભાઈ રાઉલજી રહે. સારસા ભાગી છુટ્યા હતા. પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી જુગાર રમવાના પાનાપત્તા અને ૧૧૦૫૦ રુ.ની રોકડ રકમ કબ્જે કરી આ બનાવ અંગે ખંભોળજ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.