AnandBreakingગુજરાત

આણંદ સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરની ઓડીઓ ક્લિપ વાયરલ, VC બોલાયા સીધું મુખ્યમંત્રીને……..

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં તાજેતરમાં પરીક્ષા બાબતે વિદ્યાર્થી અને વાઈસ ચાન્સેલરની વાતચીતનો એક મિનિટ અને 10 સેકન્ડનો ઓડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો છે. જેને પગલે શિક્ષણસંકુલમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સમગ્ર ઓડિયોમાં વિદ્યાર્થી વાઈસ ચાન્સેલરને પરીક્ષા બાબતે પૂછપરછ કરતો હોય છે પરંતુ તેમાં વાઈસ ચાન્સેલરે વિદ્યાર્થીને કેમ ભૂપેન્દ્ર પટેલ કે પછી શિક્ષણમંત્રીને ન પૂછાય તેમ કહ્યું હતું. જોકે, વાઈસ ચાન્સેલરે વિદ્યાર્થીને તું કઈ કોલેજમાં અભ્યાસ કરે છે તેમ કહેતાં જ વિદ્યાર્થીએ હવે હું ભૂપેન્દ્રભાઈને પૂછીશ તેમ કહીને ફોન કટ કરી દીધો હતો. સમગ્ર મામલે હાલ વિવાદ સર્જાયો છે. જેમાં વિડિયો બાબતને લઈને સ્પુઆટાના પ્રમુખે પટેલ સમાજનું અપમાન ગણાવ્યું છે. જ્યારે વાઈસ ચાન્સલરે મુખ્યમંત્રીનું ક્યાંય અપમાન થયું નથી તેમ કહ્યું છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગત પહેલી નવેમ્બરથી યુનિવર્સિટીનું 21 દિવસનું વેકેશન જાહેર કરાયું હતું. પરંતુ એ અગાઉ 17મીથી પરીક્ષા શરૂ થતી હતી. પરંતુ બાદમાં 21 દિવસનું વેકેશન જાહેર કરાતાં પરીક્ષા મુલત્વી રાખીને 23મીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.

આમાં  મુખ્યમંત્રીનું અપમાન ક્યાં આવ્યું?
આ ઓડીઓ વાયરલ તથા સરદાર પટેલ યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર સાથે સંપર્ક કરતા તેઓએ પોતાના બચાવમાં જણાવ્યું મેં એ વિદ્યાર્થીને કહ્યું પહેલાં તમે તમારી કોલેજ-સંસ્થામાં પૂછો. સીધી રીતે મને પૂછો છો એ કેવી રીતે ચાલે ? અને જ્યાં સુધી મુખ્યમંત્રીના અપમાનની વાત છે ત્યાં સુધી હું તેમનું અપમાન કેવી રીતે કરૂં. તેમનું અપમાન કરૂં તો મારૂં સન્માન ન રહે. > શીરીષ કુલકર્ણી, વાઈસ ચાન્સેલર, સરદાર પટેલ યુનિવર્સિટી

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button