AnandBreaking

દેવરામપુરામાં પકડાયેલી ડુપ્લીકેટ વિમલ ગુટખા ૬ મહિનાથી બજારમાં વેચાતી હતી

આણંદ, તા. ૧૭
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઓડ પાસે આવેલા દેવરામપુરામાં ડુપ્લીકેટ વિમલ બનાવતા બે આરોપીઓની ૧.૩૧ લાખના મુદામાલ સાથે મકાન માલિક અનુપ રાણા પરમાર અને સકીલ ઈકબાલ વ્હોરાને ઝડપી પાડ્યા હતા. તેઓના બે દિવસના રીમાન્ડમાં સઘન પુછપરછ કરતા બંને આરોપીઓએ જણાવ્યું હતું કે મુખ્ય સુત્રધ્ધાર મતીન ઉર્ફે ભયલુ યુનુસ વ્હોરા છ માસ અગાઉ ડુપ્લીકેટ ગુટખાનો ધંધો ચાલુ કર્યો હતો. અને તેઓ તેને મોટા પાયે ડુપ્લીકેટ ગુટખા તૈયાર કરીને અમદાવાદ શહેરમાં ઠાલવતો હતો. આમ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેવી હલકી ગુણવત્તાનો માલસામાન વાપરીને ગુટખા તૈયાર કરીને વિમલના લેબલમાં બજારમાં મુકી દેતા હતા.
દેવરામપુરામાં છ માસથી ચાલતું બનાવટી ગુટખાનું કારખાનુ ચાલતું હતું. જેમાં હલકી ગુણવત્તાનો કાથો, પાવડર અને કચુકાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી માલ તૈયાર કરતો હતો અને પોતાના મળતીયા થકી બજારમાં માલ પહોંચાડતો હતો. પોલીસે મકાન માલિક અનુપ નાના પરમાર અને સકીલ ઈકબાલ વ્હોરા પાસેથી ૧.૩૧ લાખનો મુદામાલ કબ્જે લીધો હતો. જાેકે ગુટખા તૈયાર કરવા માટેનું રો મટીરીયલ ક્યાંથી લાવતા હતા તે અંગેની કોઈ જાણ નથી પરંતુ મુખ્ય સુત્રધ્ધાર પકડાયા બાદ સમગ્ર મામલો બહાર આવશે.
પરંતુ તેમાં કચુકા અને હલકી ગુણવત્તાના કાથા અને પાઉડરનો ઉપયોગ કરતા હતા. તેઓએ છ માસ પહેલાં જ મશીન વસાવ્યું હતું. દરમિયાન, મતીને સકીલને બનાવટી વિમલ બનાવીને નાણાં કમાઈ શકવાની આઈડીયા આપતાં તેમણે બે માસ પહેલાં જ વિમલ બનાવવાની શરૂ કરી હતી. એ પછી તેઓએ કેટલાંક ગ્રામ્ય વિસ્તારમાં માલ પહોંચતો પણ કર્યો હતો. પરંતુ હલકી ગુણવત્તાનો હોય માલ પરત આવ્યો હતો. નોંધનીય છે કે, સમગ્ર બનાવમાં અમદાવાદના મતીનની ધરપકડ બાકી છે. જ્યારે ઝડપાયેલા બંનેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આણંદ સબ જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે.
પોલીસ દ્વારા કબજે લેવાયેલા ગુટખાના જે પ્લાસ્ટીકના પેકેટ છે તે તમામ ઓરિજનલ હોવાનું ખૂલ્યું છે. જે ફરિયાદી હિરનકુમાર પટેલે પણ ઓળખી બતાવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પેકેટ તેમણે કંપની દ્વારા જ્યાંથી પેકેટ ખરીદાતા હતા ત્યાંથી જ લીધા હતા. પરંતુ આ પેકેટ તેમની પાસે ક્યાંથી આવ્યા તે બાબત હાલ તપાસનો વિષય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button