AnandBreakingગુજરાત

આંકલાવના ગંભીરા પાસે વિચિત અકસ્માત, એક સાથે ચાર વાહનો અથડાયા….

આંકલાવ તાલુકાના ગંભીરા પાસે વિચિત્ર અકસ્માતમાં ચારથી વધુ લોકો ઘવાયાં હતાં, જ્યારે ઘટનાના પગલે ટ્રાફિક જામ થતાં આંકલાવ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. આ અકસ્માત બે ટ્રક, બાઇક અને કાર વચ્ચે સર્જાયો હતો. ઘાયલોને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

આંકલાવના ગંભીરા પાસે શુક્રવારની બપોરે પુરપાટ ઝડપે જતાં ટેન્કર અને ટ્રક વચ્ચે જબરદસ્ત અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર અને બાઇક ચાલક પણ હડફેટે ચડી ગયાં હતાં. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રક ચાલક કેબીનમાં ફસાઇ ગયો હતો. જેને બહાર કાઢવા એક કલાકથી વધુ સમય સુધી જહેમત ઉઠાવી પડી હતી.

Advertisement

જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. એક સાથે ચાર વાહનો વચ્ચે થયેલા અકસ્માતના પગલે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયાં હતાં. ટ્રાફિક રાબેતા મુજબ કરવા આંકલાવ પોલીસની ટીમે જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત બજાર કામગીરી માટે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button