AnandBreakingગુજરાત

Braking: ખંભાત શહેરના પરિવારના સભ્યો જુનાગઢ પરીક્રમા કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ગોજારો અકસ્માત સર્જાયોે

વટામણ ભાવનગર રોડ ઉપર વાયણા નજીક રોંગ સાઈડે આવતી ટ્રકમાં કાર ઘુસી જતા પાંચના મોત

  • ખંભાત શહેરના પરિવારના સભ્યો જુનાગઢ પરીક્રમા કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ગોજારો અકસ્માત સર્જાયોે
  • ઘવાયેલા ચારમાંથી બે વ્યક્તિઓને કરમસદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

તારાપુર વટામણ ભાવનગર રોડ ઉપર અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. વટામણના વાણીયા સીમમાં વહેલી પરોઢીયે રોડની રોંગ સાઈડે આવી રહેલ ટ્રકમાં ઈકો કાર ઘુસી ગઈ હતી. ઈકો કારના કુરચેકુરચા નીકળી ગયા હતા. કારમાં બેઠેલ ૯ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમાંથી સ્થળ પર જ પાંચ વ્યક્તિના મોત નીપજ્યા છે જ્યારે ગંભીર રીતે ઘવાયેલ બે વ્યક્તિને કરમસદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ગોજારા અકસ્માતમાં ખંભાતનું પરિવાર ભોગ બન્યું છે. ખંભાતનું પરિવાર દેવ દિવાળી ઉપર જુનાગઢ દર્શનાર્થે ગયું હતું. પરીક્રમા કરીને પરત ફરતી વખતે ગોજારો અકસ્માત નડ્યો.  પાંચ સભ્યોના મોત નીપજતા મોચીવાડ વિસ્તારમાં શોક છવાઈ ગયો છે

ધોળકા નજીક ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના કમકમાટીભર્યાં મોત થયાં છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ખંભાતનો પરિવાર પાલિતાણાની પરિક્રમા કરીને પરત ફરી રહ્યો હતો, આ દરમિયાન ધોળકા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. ટક્કર એટલી જાેરદાર હતી કે ટેન્કર સાથે અકસ્માત બાદ ઈકો કાર આગળના ભાગથી પડીકું વળી ગઈ હતી. હાલમાં અકસ્માતને પગલે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisement
જુનાગઢ ની  પરિક્રમા કરીને પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો
ખંભાતનો પરિવાર જુનાગઢ દર્શનાર્થે ગયો હતો અને પરિક્રમા કરીને પરત ફરતા સમયે તેમની કારનો ધોળકાની વટામણ ચોકડી પાસે ટેન્કર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતને પગલે પાંચ લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
*અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ 

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button