AnandBreakingગુજરાત

વિદ્યાનગર પોલીસ એક્શન મોડમાં કરમસદ માંથી ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતા બુટલેગરને ઝડપી પાડયો અને…

કલર એસેન્સ, પાણી, સ્પીરીટની વસ્તુઓનો ઉપયોગ કરી પરપ્રાંતનો દારૂ બનાવતો હતો

આણંદ ના વિદ્યાનગરમાં બનાવટી વિદેશી દારૂ બનાવતો ઈસમ ઝડપતા ચકચાર મચી છે.સ્પિરિટ અને કેમીકલ એસેન્સ થી બનતો આ બનાવટી દારૂ અનેક શોખીનોના પેટમાં પહોંચી ગયો છે.વિદ્યાનગર પોલીસે બાતમી આધારે પાલીયા સીમ વિસ્તારમાં દરોડો પાડી ઘરમાં જ કેમિકલની મદદથી વિદેશી દારૂ બનાવી તેને વિવિધ બ્રાન્ડની ખાલી બોટલમાં પેક કરી વેચતા બુટલેગરને પકડી પાડ્યો હતો. હાલ આ ઘટનામાં પોલીસે સામાન્ય રકમનો મુદ્દામાલ રીકવર કર્યો છે. પરંતુ મામલો એટલો ગંભીર છે કે આ દારૂથી ગમે ત્યારે લઠ્ઠાકાંડ જેવી ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ શકે તેમ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ વિદ્યાના ધામમાં નશાનો ખેલ ખુલ્લો પડ્યો છે.વિદ્યાનગર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.બી. ડાભી, આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પ્રમોદભાઈ ભગવાનભાઈ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કરમસદ – પાલીયા સીમ વિસ્તારમાં નહેર પાસે રહેતા કનુ ભીમા તળપદા નામનો શખસ પોતાના મકાનમાં કલર એસેન્સ, પાણી, સ્પીરીટની વસ્તુઓનો ઉપયોગ કરી પરપ્રાંતનો દારૂ બનાવી રહ્યો છે. આ બાતમી આધારે પોલીસે રવિવારની સમી સાંજે પંચોને સાથે રાખી દરોડો પાડ્યો હતો. આ દરોડામાં કનુ તળપદાને કોર્ડન કરી પકડી પાડ્યો હતો અને તપાસ કરતાં ઘરની બહાર પાછળની બાજુ ઝાડીમાં આલ્કોહોલની તીવ્ર વાસવાળું સ્પિરીટ પ્રભાવી ભરેલો કેરબો મળી આવ્યો હતો. આ ઉપરાંત પ્લાસ્ટિકની બોટલ, સ્પિરિટ, કલર એસેન્સ, વિદેશી દારૂની ખાલી બોટલો મળી કુલ રૂ.2940નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં કનુ કલર એસેન્સ, પાણી, સ્પીરીટ જેવી વસ્તુઓનો ઉપયોગ કરી વિદેશી દારૂ બનાવી વિવિધ બ્રાન્ડની ખાલી બોટલમાં ભરી વેચતો હોવાનું ખુલતાં પોલીસે તેની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

કેમીકલ યુક્ત બનાવટી દારૂ જીવલેણ બની શકે છે : આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વિદેશી દારૂ પર પોલીસે ઘોંચ બોલાવતાં બુટલેગરોએ કેમિકલની મદદથી જ વિદેશી દારૂ બનાવવાનું ખાનગીમાં શરૂ કર્યું છે. પરંતુ કેમિકલની મદદથી બનતા આ વિદેશી દારૂ પીવાથી વ્યક્તિના આરોગ્યને કેટલું નુકશાન થાય તેની સહેજ પણ સંવેદનશીલતા કે કાયદાનો ભય આ તત્વોને નથી.આવા દારૂ થી લઠ્ઠાકાંડનો ભય પણ ઉભો થયો છે.હાલ આ દારૂના વેચાણ અંગે પોલીસે કનુ તળપદાની સઘન પુછપછ હાથ ધરી છે.તો બીજી તરફ આ બુટલેગર પાસેથી દારૂ ખરીદતા નશાખોરો નશાની બુરી લત માં શરીર અને પૈસા ધોવાઈ ગયાનો વસવસો કરતા હશેની ટીખળ નાગરિકોમાં વહેતી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button