Breakingગુજરાતનવી દિલ્હી

પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી એકવખત ઘટી શકે છે! જાણો કારણ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલ સસ્તુ થવાની આશા છે. આનાથી દેશના ઘરઆંગણાના બજારમાં પણ પેટ્રોલ-ડીઝલ સસ્તુ થઇ શકે છે. મળતી માહિતી પ્રમાણે વૈશ્વિક બજારમાં બ્રેન્ટ અને યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ (WTI)ના ભાવમાં મોટો કડાકો દેખાયો છે. આ બંનેના બેન્ચમાર્કમાં અત્યારે ઑક્ટોબર બાદ સૌથી મોટો કડાકો નોંધાયો છે. આ દ્રષ્ટિથી દુનિયાના બાકી બજારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે. ભારતમાં પણ કેટલીક એવી જ સ્થિતિ જોવા મળી શકે છે.

રોયટર્સના રિપોર્ટના હવાલેથી કહેવામાં આવ્યું છે કે બ્રેન્ટ 57 સેન્ટ કે 0.72 ટકા તૂટીને 78.32 ડોલર બેરલ દીઠ થઇ ગયો છે. યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ ક્રૂડ ફ્યુચર્સ 39 સેન્ટ કે 0.51 ટકા નીચે તૂટીને 75.55 ડોલર બેરલ દીઠ જતો રહ્યો છે. WTI અને બ્રેન્ટના ભાવ 1 ઑક્ટોબર બાદથી સૌથી નીચલી સપાટી પર પહોંચી ગયા છે. આ બંનેમાં શુક્રવારના રોજ લગભગ 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

Advertisement

વૈશ્વિક બજારમાં ક્રૂડ કેલના ભાવ જોઇએ તો અત્યારે તે 7 સપ્તાહની સૌથી નીચલી સપાટી પર છે. ઓઇલ કંપનીઓએ તાજેતરના સમયમાં સપ્લાયમાં વધારો કર્યો છે. બીજીબાજુ જાપાને કહ્યું છે કે કોવિડ મહામારીના લીધે યુરોપમાં ઉભી થયેલ ગેસની અછતને દૂર કરવા માટે તેઓ પોતાના ગેસનો ભંડાર ખોલશે. આ બંને કારણોસર તેલના આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટતા જોવા મળી રહ્યા છે. જો ક્રૂડ તેલનું સપ્લાય વધે છે અને જાપાન ગેસની ખાણો ખોલી દે છે તો આવનારા સમયમાં આખી દુનિયામાં તેની સારી અસર જોવા મળશે.

અમેરિકાએ જાપાનને ચેતવણી આપી છે કે તેલ અને ગેસોના વધતા ભાવને જોતા ઇમરજન્સી ભંડારને ખોલવામાં આવે જેથી કરીને વધતા ભાવને કાબૂમાં લઇ શકાય. અમેરિકાની આ માંગણી બાદ જાપાની પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા એ સંકેત આપ્યા છે કે તેલ અને ગેસના ભંડારમાં સપ્લાય વધારી શકે છે. જો કે આખી દુનિયાને એક ચિંતા સતાવી રહી છે કે કોવિડની આગળની લહેર તેલોની માંગને ફરીથી પ્રભાવિત કરી શકે છે.

Advertisement

જો કોવિડની લહેર ફરીથી વધે છે તો દુનિયાના દેશોમાં લોકડાઉન લાગી શકે છે, અવરજવર પર પ્રતિબંધો જોવા મળી શકે છે. એવામાં તેલની માંગ ઘટશે. માંગ ઘટતા પુરવઠો ઓછો થશે અને તેનાથી દુનિયાના બજારોમાં તેલની કૃત્રિમ અછત જોવા મળી શકે છે. કોરોનાની પહેલાની સ્થિતિની જેમ જ્યારે તેલની માંગ સ્થિર થશે તો ક્રૂડ તેલના ભાવ પણ સ્થિર થવાની સંભાવના છે. જર્મની અને ઑસ્ટ્રિયામાં લોકડાઉન વધારવાની નોબત આવી ગઇ છે કારણ કે બંને દેશોમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાવાની આશંકા છે. ઑસ્ટ્રિયાએ આ મહિનાની શરૂઆતમાં જ ટ્રાફિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો. જેને બાદમાં ખોલી દેવાયો હતો. હવે ફરીથી લોકડાઉનની સ્થિતિ બનતી દેખાય રહી છે. આયરલેન્ડ અને નેધરલેન્ડસમાં કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહી દીધું છે.

હાલની સ્થિતમાં અમેરિકાએ દુનિયાની સૌથી મોટી આર્થિક મહાશક્તિઓની સાથે એક મીટિંગ કરી અને કહ્યું કે તેલની ઇમરજન્સી સપ્લાય શરૂ કરવામાં આવે જેથી કરીને અછતને ખત્મ કરી શકાય. અમેરિકાએ તેના માટે ઓપેકના સભ્ય દેશો સાથે પણ વાત કરી છે. જાપાન તેના પર રાજી થઇ ગયું છે. જો કે જાપાનમાં ઇમરજન્સી ભંડારથી તેલનો પુરવઠો ત્યારે શરૂ કરાય છે જ્યારે કોઇ કુદરતી આપત્તિ હોય. હાલ આપત્તિની સ્થિતિ ના હોવા પર તેને સપ્લાય શરૂ કરવા પર વિચાર કર્યો છે.

Advertisement

 

 

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button