નવી દિલ્હી

ભારતની સામે અફઘાન ધરતીનો ઉપયોગ નહીં, તાલિબાનની ભારતને ખાતરી

રાજદ્ધારીઓ અને દુતાવાસને કોઇ ખતરો નથી ઃ તાલિબાન

કાબુલ,તા.૨૪
તાલિબાની પ્રવકતા મોહમ્મદ સુહેલે સાફ શબ્દોમાં ખાતરી આપતા કહ્યુ છે કે તાલિબાન ભારત દ્વારા અફઘાનિસ્તાનના લોકો માટે કરવામાં આવેલા કામોની પ્રશંસા કરે ચે. કોઇ પણ દેશની સામે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કરવાની કોઇને તક આપવામાં આવશે નહી. ગયા મહિનામાં જ ભારતના નેતૃત્વમાં થયેલી સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની બેઠકમાં તાલિબાનની ક્રુરતાને લઇને ચર્ચા થઇ હતી. હવે ભારત, અમેરિકા અને બ્રિટને પોતાના નાગરિકોને ખસેડી લેવાની વાત કરી છે ત્યારે તાલિબાને આ મુજબની ખાતરી આપી છે. તેમણે કહ્યુ હતુ કે અમારી પર પાકિસ્તાન સાથે સંબંધ રાખવાના આરોપો થઇ રહ્યા છે પરંતુ આ જમીની વાસ્તવિકતા નથી. આ એક રાજકીય ચાલ છે. બીજી બાજુ તાલિબાને હવે કંદહાર પર કબજાે જમાવી લેવાનો દાવો કર્યો છે. સાથે સાથે પાટનગર કાબુલની બિનલુક નજીક પહોંચી ગયા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાની લડવૈયા ફરી શાસન જમાવે તેવી વકી છે. લશ્કરગાહની પોલીસ ચોકી હવે તાલિબાનના સકંજામાં આવી ગઇ છે. કબજાવળા વિસ્તારમાં ધ્વજ લહેરાવી દેવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનના છ શહેરમાં ૧૦૦૦ કરતા વધારે અપરાધીઓ અને તસ્કરોને છોડાવી લેવામાં આવ્યા છે. તાલિબાને વ્યુહાત્મક રીતે ખુબ જ મહત્વપૂર્ણ ગજની પર કબજાે જમાવી લીધો છે. તાલિબાને ઝડપથી અફઘાનિસ્તાનના મુખ્ય શહેરો પર કબજાે જમાવવા માટેનો સિલસિલો જારી રાખ્યો છે. હવે તેના સકંજામાં કંદહાર પણ છે. તાલિબાને કંદહાર પર કબજાે જમાવીને આગેકુચ કરી લીધી છે. તાલિબાનના લડવૈયા કાબુલની નજીક કુચ કરી ગયા છે. તાલિબાને ગુરૂવારના દિવસે વ્યુહાત્મક રીતે ઉપયોગી રહેલા ગજની પર અંકુશ જમાવ્યો હતો. અફઘાનિસ્તાનના એક સાંસદ, બે અફઘાનના અધિકારીઓએ દાવો કર્યો છે કે તાલિબાની ત્રાસવાદીઓએ પ્રાતીય પાટનગર ગજની પર કબજાે જમાવી લીધો છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button