નવી દિલ્હી

હિન્દુ નેતાઓ પર પણ હુમલાનો ખતરો, સંઘની શાખાઓ પર ખતરો

આતંકી હુમલાને લઇને આઇબી દ્વારા એલર્ટ જારી ઃ હેવાલ

પઠાણકોટ,તા.૨૪
પંજાબમાં ત્રાસવાદી હુમલાનો ખતરો તોળાઇ રહ્યો છે. પંજાબમાં સંઘની શાખાઓ અને હિન્દુ નેતાઓ પર હુમલાનો ખતરો તોળાઇ રહ્યો છે. પંજાબમાં આઇબીના એલર્ટ બાદ સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. પંજાબમાં તમામ ટોપ અધિકારીઓને પેટ્રોલિંગમાં સામેલ થવા અને રાત્રે એક તૃતિયાંશ અધિકારીઓને મેદાનમાં રહેવા માટે કહેવામાં આવ્યુ છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ પંજાબમાં મોટા ત્રાસવાદી હુમલાની યોજના બનાવી રહી છે. ખાસ કરીને સંઘની શાખાઓ અને હિન્દુ નેતાઓને ટાર્ગેટ બનાવવામાં આવી શકે છે. આઇબી દ્વારા પંજાબ સરકારને આ અંગે ચેતવણી આપી છે. ત્યારબાદ હાઇ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. નાયબ મુખ્યપ્રધાન સુખવિન્દર સિંહ રંધાવાએ તમામ અધિકારીઓને કડક આદેશ જારી કર્યા છે. ૨૧મી નવેમ્બરના દિવસે પઠાણકોટમાં સેનાના કેમ્પની પાસે જ બાઇક પર આવેલા શખ્સોએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં પણ પ્રવેશ કરી રહેલા તમામ વાહનોની ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. લખનપુર અને કઠુઆ સાથે જાેડાયેલી સુરક્ષા ચોકીઓ અને સૈન્ય સ્થળો તેમજ પોલીસ સ્ટેશનોની સુરક્ષા મજબુત કરવામાં આવી છે. પઠાણકોટમાં સૈન્ય કેમ્પની બહાર કરવામાં આવેલા ગ્રેનેડ હુમલા બાદ કઠુઆથી લઇને જમ્મુ સુધી હાઇએલર્ટની જાહેરાત કરવામાં આવી છે. લખનપુરથી લઇને જમ્મુ સુધી હાઇવે કિનારે તમામ સૈન્ય તેમજ સુરક્ષા કેમ્પની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સાથે સાથે પંજાબથી જમ્મુ આવી રહેલા તમામ વાહનોની ઉંડી તપાસ કરવામાં આવી રહીછે. સોમવારે મોડી રાત સુધી પોલીસે જગ્યા જગ્યા પર વાહનો અને યાત્રીઓની ચકાસણીકરી હતી. જમ્મુના રઘુનાથ મંદિર, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, એરપોર્ટ તેમજ સેન્ય કેમ્પની સુરક્ષા મજબુત કરવામાં આવી છે. પોલીસને હાઇએલર્ટ પર રાખવામાં આવી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button