નવી દિલ્હી

દરરોજ એક લાખથી વધુ કોરોના કેસથી ભય, અમેરિકામાં સ્થિતી વણસી

અમેરિકામાં કોરોનાના કારણે ૭.૯૪ લાખ લોકોના મોત

વોશિગ્ટન,તા.૨૪
અમેરિકામાં કોરોના તાંડવ જારી છે. અમરિકામાં એક વર્ષ બાદ ફરી કોરોનાના કેસમાં રેકોર્ડ વધારો થઇ રહ્યો છે. અમેરિકામાં ફરી દરરોજ લાખ કેસ સપાટી પર આવી રહ્યા છે. અમેરિકામાં દરરોજ હાલમાં ૯૨ હજાર કેસ આવી રહ્યા છે. જેથી આરોગ્ય વિભાગની હાલત ખરાબ થઇ ગઇ છે. ગયા વર્ષે પણ અમેરિકામાં આવી જ સ્થિતી હતી. અમેરિકામાં હજુ ૪.૮૭ કરોડ લોકો કોરોનાગ્રસ્ત થઇ ચુક્યા છે. સાથે સાથે ૭.૯૪ લાખ લોકોના મોત થઇ ચુક્યાછે. અમેરિકામાં કોરોનાના કારણે સૌથી વધુ સંખ્યામાં લોકોના મોત થયા છે. અમેરિકામાં છેલ્લા એક સપ્તાહમાં ૧૮ ટકાના દરે કોરોના કેસ વધી રહ્યા છે. કોરોના કેસમાં વધારો દેશના કેટલાક હિસ્સામાં જાેવા મળે છે. અમેરિકામાં આરોગ્ય સેવાના નિર્દેશક ડોક્ટર એન્થોની ફોસીએ આ સપ્તાહમાં કેસો વધવાને લઇને ચેતવણી આપી હતી. તેમણે કહ્યુ છે કે દેશમાં કોરોના કેસ વધ્યા નથી. જાે કે કેટલાક લોકો વેક્સીન લેવાને લઇને ભયભીત થઇ રહ્યા છે. ક્રિસમસમાં જાહેર જગ્યાએ ફરી રહ્યા છે. જેના કારણે કેસ વધી રહ્યાછે. અમેરિકાના કોલોરાડો, મિનેસોટા તેમજ મિશિગનમાં હાલત ખરાબ છે. અહીં હોસ્પિટલમાં ભરતીદર ક્રમશ ૪૧, ૩૭ અને ૩૪ ટકા છે. દરમિયાન નેધરલેન્ડ, ફ્રાન્સ અને બેલ્જિયમમાં કઠોર નિયંત્રણના કારણે દેખાવો થઇ રહ્યા છે. વિશ્વના દેશોમાં હવે યુરોપિયન દેશો વધારે અસરગ્રસ્ત છે. કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. નવા નવા કેસ સપાટી પર આવી રહ્યા છે. જેથી હવે મોતનો આંકડો વધીને ૫૧.૭૪ લાખને પાર કરી ગયો છે. અમેરિકા, ભારત, રશિયા, જર્મની, સ્પેન અને ઇટાલી કોરોનાના કારણે સૌથી વધારે પ્રભાવિત દેશો રહ્યા છે. કોરોના હાહાકાર જારી રહ્યો છે.અમેરિકામાં રહેતા લોકોમાં વ્યાપક ભય છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button